થાઈલેન્ડ : પાલતુ બિલાડી ગુમાવી તેના માટે ઈમોશનલ પોસ્ટ ફેસબુક પર શેર કરી

0
2

પોતાના પાલતુ પ્રાણીને ગુમાવવાનું દુ:ખ કોઈ સ્વજન ગુમાવ્યા બરાબર જ હોય છે. પરંતુ દુ:ખ વધારે ત્યારે લાગે છે જ્યારે પાલતુ પ્રાણી મસમોટા સાપની ભૂખનું શિકાર બને. થાઈલેન્ડની કાંચી નર્ડ સાથે પણ કંઈક આવું જ થયું છે. કાંચીએ તેની પાલતુ બિલાડી ગુમાવી તેના માટે ઈમોશનલ પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઈમોશનલ પોસ્ટ વાઈરલ થઈ રહી છે.

કાંચીની ક્યુટ બિલાડી 'હો જુન'

કાંચીની ક્યુટ બિલાડી ‘હો જુન’

કાંચીની પોસ્ટ પ્રમાણે, ફેમિલી પેટ ‘હો જુન’ નામની બિલાડીને શોધવા માટે તેની દીકરીએ ઘર ગાંડુ કર્યું હતું. તેણે જોયું કે ઘરમાં સૌને પ્રિય હો જુન બેકયાર્ડમાં રહેલા સાપનો શિકાર બની ચૂકી છે. સાપને જોઈને સ્પષ્ટ કહી શકાતું હતું કે તેણે બિલાડીનો શિકાર કર્યો છે. કાંચીએ તેની દીકરી બિલાડી માટે રડતી હોય તેવો ફોટો પણ શેર કર્યો છે. તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાવુક થયા હતા.

કાંચીની દીકરીનો રડતો ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાવુક થયા હતા

કાંચીની દીકરીનો રડતો ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાવુક થયા હતા

કાંચીની પોસ્ટ વાઈરલ થતાં તેની મદદ કરવા માટે રેસ્ક્યુ ટીમ બિલાડીની મદદ કરવા માટે આવી હતી. તેમણે પાઈથનને પકડી તો પાડ્યો હતો પરંતુ તેઓ બિલાડીને બચાવી શક્યા નહોતા.

સાપને પકડવા રેસ્ક્યુ ટીમ આવી હતી, પરંતુુ તેના પેટમાં રહેલી બિલાડીને બચાવી શકી નહોતી

સાપને પકડવા રેસ્ક્યુ ટીમ આવી હતી, પરંતુુ તેના પેટમાં રહેલી બિલાડીને બચાવી શકી નહોતી

કાંચીની આ ઈમોશનલ પોસ્ટ પર અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી અને તેમની સંવેદના વ્યક્ત કરી હતી. કેટલાક યુઝરે તો તેને ફ્રીમાં કેટ અડોપ્ટ કરવા માટેની રીત પણ જણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here