Thursday, April 18, 2024
Homeથાઈલેન્ડ : આગામી 120 દિવસોમાં વિદેશી પર્યટકો માટે દેશને ખોલી નાંખવા માટેની...
Array

થાઈલેન્ડ : આગામી 120 દિવસોમાં વિદેશી પર્યટકો માટે દેશને ખોલી નાંખવા માટેની યોજના

- Advertisement -

વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો માટે થાઈલેન્ડ ફેવરિટ બની રહ્યુ છે.કોરોનાકાળ પહેલા થાઈલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો થયો હતો.

હવે થાઈલેન્ડે આગામી 120 દિવસોમાં વિદેશી પર્યટકો માટે દેશને ખોલી નાંખવા માટેની યોજના બનાવી છે.થાઈલેન્ડના પીએમ પ્રાયુથ ચાન ઓછાએ કહ્યુ હતુ કે, દેશની ઈકોનોમીને ફરી પાટા પર લાવવા માટે ઓક્ટોબરની શરુઆત સુધીમાં દેશની મોટાભાગની વસ્તીને ઓછામાં ઓછો કોરોના વેક્સીનનો એક ડોઝ આપવાની યોજના છે.

જેમણે વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવા પર્યટકો માટે દેશના કેટલાક ટુરિસ્ટ સ્થળો ખોલી નાંખવામાં આવશે.આવા ટુરિસ્ટોએ ક્વોરેન્ટાઈન થવાની પણ જરુર નહીં પડે.તેમણે કહ્યુ હતુ કે, આ યોજનાનો અમલ ફુકેટથી કરાશે.અહીંયા એક પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.જુલાઈ સુધીમાં દેશમાં એક કરોડ લોકોને વેક્સીન અપાશે.અત્યાર સુધીમાં વેક્સીનના 10 કરોડ ડોઝ ઓર્ડર કરી દેવાયા છે.

તેમણે કહ્યુ હતુ કે, હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.દેશને ખોલવા માટે તારીખ નક્કી કરીને ટુરિસ્ટોનુ ફરી સ્વાગત કરવુ પડશે.લોકોને ખતમ થઈ ગયેલી રોજગારી મળે તે માટે ટુરિઝમ શરુ થાય તે જરુરી છે.120 દિવસમાં થાઈલેન્ડને ખોલી નાંખવાનુ આપણુ લક્ષ્ય છે.

ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડની ઈકોનોમી ટુરિઝમ પર નિર્ભર છે.દેશની ઈકોનોમીમાં તેનો ફાળો 20 ટકા જેટલો છે.કોરોના વાયરસની મહામારીમાં ટુરિઝમ બંધ થઈ જતા લાખો લોકોએ રોજગારી ગુમાવી છે.થાઈલેન્ડને હવે રોજગારી વધારવા માટે ટુરિઝમ શરુ કરવુ પડે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular