Saturday, April 20, 2024
Home16 સપ્ટેમ્બરનું રાશિફળ : ગણેશજીની કૃપાથી બુધવારનો દિવસ મેષ, સિંહ અને મીન...
Array

16 સપ્ટેમ્બરનું રાશિફળ : ગણેશજીની કૃપાથી બુધવારનો દિવસ મેષ, સિંહ અને મીન જાતકો માટે શુભ ફળદાયી રહેશે

- Advertisement -

મેષ

પોઝિટિવઃ– સમય ઉત્તમ છે. તમારા કામ તથા મહેનતનું ફળ મળશે. મહેમાનોના સત્કારમાં સમય પસાર થશે. આ સમયે ભાગ્ય તમને સાથ આપશે. આર્થિક પક્ષ પણ મજબૂત રહેશે.

નેગેટિવઃ– વાતચીતમાં સાવધાની રાખો. ગુસ્સાના કારણે કોઇ સ્થિતિ ખરાબ થઇ શકે છે. કોઇ પ્રકારની ખરીદારી કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– સમય તમારા પક્ષમાં છે. તમે તમારું કામ કોઇ અન્ય પાસે કઢાવવામાં ચતુર છો.

લવઃ– ઘરનું વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શનના કારણે તાવ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં જોડાયેલાં રહેશો. મકાન, દુકાન વગેરેનું સમારકામ તથા રંગ કરાવવાને લગતાં પ્લાનિંગ થશે. કોઇપણ કામને યોજનાબદ્ધ રીતે કરશો તો સફળતા મળશે.

નેગેટિવઃ– અતિ આત્મવિશ્વાસ તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. થોડાં કામ ખરાબ થવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું અનુભવ થશે. બાળકોના કારણે પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ– આર્થિક મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઇએ.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– ગેસ તથા એસિડિટીની સમસ્યા રહેશે.

મિથુન

પોઝિટિવઃ– તમે શાંતિથી તમારા કામને અંજામ આપશો. ભાઇઓ સાથે સંબંધ મધુર રહેવાથી પરિવારમાં વાતાવરણ સારું રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓને ગંભીરતાથી લેશો તો સફળ થશો.

નેગેટિવઃ– કોઇ પ્રિય વસ્તુ ચોરી થવાનો કે ગુમ થઇ જવાનો ભય રહેશે. એટલે સાવધાન રહો તથા તમારા ગુસ્સા અને વાણી ઉપર કાબૂ રાખો. વધારે વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં સમય આપી શકશો નહીં.

વ્યવસાયઃ– વેપાર તથા વ્યવસાયની દરેક નાની વાતને ગંભીરતાથી લો.

લવઃ– પતિ-પત્નીમાં તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– એલર્જીના કારણે સ્કિનને લગતી કોઇ પરેશાની થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા અને તણાવથી રાહત મળશે. મનોરંજનના કાર્યોમાં સમય પસાર થશે. સંબંધીઓ સાથે મેલજોલ સંબંધોને વધારે મજબૂત બનાવશે.

નેગેટિવઃ– પિતા-પુત્રમાં હળવો વિવાદ થઇ શકે છે. તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો તથા બાળકો સાથે મિત્રો જેવો વ્યવહાર રાખવાથી સ્થિતિ સામાન્ય રહેશે.

વ્યવસાયઃ– મંદી અને મોંઘવારીની અસર વેપાર ઉપર પડશે.

લવઃ– ઘરમાં કોઇ પ્રકારના ક્લેશ અને વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને થાઇરોઇડને લગતી તપાસ કરાવો.

સિંહ

પોઝિટિવઃ– આજનો દિવસ ભાગ્યોદય કારક રહેશે. તમે કોઇ કાર્યને હાથમાં લેશો તો સફળતા મળશે. દોડભાગ વધારે રહેશે પરંતુ કામની સફળતા તમારા થાકને દૂર કરશે.

નેગેટિવઃ– તમારા અહંકાર ઉપર અંકુશ રાખો. બાળકોના અભ્યાસ પ્રત્યે આળસ આવશે અને મન ભટકી શકે છે. ઘરના વડીલોના માન-સન્માનનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વેપારને આગળ વધારવા માટે કામની યોજના બનશે.

લવઃ– જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધાનો દુખાવો રહી શકે છે.

કન્યા

પોઝિટિવઃ– તમારી વાત કરવાની રીત તથા કામ કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. સમય આર્થિક સ્થિતિને વધારે મજબૂત બનાવવા માટે ઉત્તમ છે. ઘરમાં પણ આધ્યાત્મિક તથા પોઝિટિવ વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– સમયની કિંમતોને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થઇ શકે છે. જૂની સંપત્તિને લઇને સમસ્યા વધી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રને લગતી નવી યોજના બનશે.

લવઃ– ઘર તથા વ્યવસાયમાં જીવનસાથીનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– દવાઓની જગ્યાએ યોગ, કસરત અને જીવનશૈલીમાં ફેરફાર કરો.

તુલા

પોઝિટિવઃ– તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેમને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે કોઇપણ સીમા સુધી મહેનત કરી શકો છો. તમને યશ અને કીર્તિ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇ અપ્રિય વ્યક્તિના ઘરમાં આવી જવાથી મન નિરાશ રહેશે. ઘરના વાતાવરણમાં નકારાત્મકતા હાવી રહેશે. આવા વ્યક્તિઓ સાથે વધારે સમય પસાર કરશો નહીં.

વ્યવસાયઃ– કળાત્મક તથા ગ્લેમર કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ– ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– હળવું ભોજન કરો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ઘર-પરિવારની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદારી થશે. રાષ્ટ્રીય હિતની ભાવનાથી પણ સામાજિક કાર્યોમાં સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક પક્ષમાં સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. અન્યના મામલે વધારે દખલ કરવું તમારા માટે માન-હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપાર અને કામકાજમાં ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો.

લવઃ– કોઇપણ કામ જીવનસાથીની સલાહથી કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય નબળો રહેશે.

ધન

પોઝિટિવઃ– રોજિંદા જીવનથી અલગ આજનો દિવસ આત્મ નિરીક્ષણ તથા જ્ઞાનવર્ધક કાર્યોમાં પસાર થશે. ઘરમાં માંગલિક કાર્યોની રૂપરેખા બનશે અને જીવન પ્રત્યે તમારો વ્યવહાર પોઝિટિવ રહેશે.

નેગેટિવઃ– યુવા વર્ગ પોતાની આર્થિક સ્થિતિને લઇને અસંતુષ્ટ રહેશે. હાલ તેમણે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. બનતાં કાર્યોમાં અચાનક મુશ્કેલીઓ આવી જવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ– મહિલા વર્ગ પોતાના વ્યવસાય પ્રત્યે જાગરૂત રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય ઉત્તમ નથી.

મકર

પોઝિટિવઃ– તમારી દિનચર્યાને અનુશાસિત તથા આત્મ નિયંત્રિત રાખવાથી અનેક અટવાયેલાં કામ ગતિ પકડશે. સમજી-વિચારીને લીધેલો નિર્ણય આગળ જઇને લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ– વિચારોની દુનિયામાંથી બહાર આવવાની જરૂર છે. વધારે વિચાર કરવાથી અનેક મહત્ત્વપૂર્ણ વસ્તુઓ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આ સમયે અવસરવાદી થઇને તમે એક-એક અવસરનો ભરપૂર લાભ ઉઠાવશો. તમારી સમજણ તથા બુદ્ધિમતાથી દરેક સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ– કોઇ અપ્રિય ઘટનાના કારણે મન નિરાશ રહેશે. આર્થિક મામલે તમારે સંપૂર્ણ સાવધાની જાળવવાની જરૂર છે. બાળકને લગતી કોઇ પ્રકારની ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામ કરવાનો જોશ અને ઉત્સાહ તમારામાં રહેશે.

લવઃ– પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યઃ– છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યામાં સુધાર આવશે.

મીન

પોઝિટિવઃ– રૂપિયાની આવકની દૃષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. તમારી યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. કોઇ સંત કે ગુરુના સાનિધ્યમાં રહેવું તમને શાંતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં કઠોરતા અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારી જવાબદારી વધશે અને તેમને યોગ્ય રીતે નિભાવી ન શકવાના કારણે તમારામાં ચીડિયાપણું રહેશે.

વ્યવસાયઃ– રોકાણને લગતી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને તણાવ ઉત્પન્ન થશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવની ફરિયાદ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular