નાની ઉંમરમાં સફળતા:અમેરિકામાં 10 વર્ષની થાનવી સૌથી નાની ઉંમરની લેખિકા બની, પોતાના પુસ્તક દ્વારા તેને આ સન્માન મળ્યું

0
1

અમેરિકાના એરિઝોનામાં રહેતી દસ વર્ષની થાનવીની કવિતાઓ પર આધારિત એક પુસ્તક પબ્લિશ થયું છે. થાનવી કરીમનગર ડેરી એડવાઈઝર વી હનુમંથાની પૌત્રી છે. તે પોતાના માતાપિતાની સાથે એરિઝોનામાં રહે છે. તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા મહેન્દ્ર ઈન્ટેલમાં હાર્ડવેર એન્જિનિયર અને માતા દિપીકા સોફ્ટવેર એન્જિનિયર છે. તેના પુસ્તકનું નામ ‘ફ્રોમ ધ ઇનસાઇડ- ધ ઈનર સોલ ઓફ યંગ પોએટ’ છે. આ પુસ્તક પબ્લિશ થયા બાદ તે અમેરિકાની સૌથી ઓછી ઉંમરની લેખિકા બની ગઈ છે. તેને લખેલી પુસ્તક 15 માર્ચે પ્રબ્લિશ થઈ હતી. તેને એમેઝોને 5માંથી 4.9 રેટિંગ આપ્યા છે.

તેના પુસ્તકનું નામ 'ફ્રોમ ધ ઇનસાઇડ- ધ ઈનર સોલ ઓફ યંગ પોએટ' છે.

તેના પુસ્તકનું નામ ‘ફ્રોમ ધ ઇનસાઇડ- ધ ઈનર સોલ ઓફ યંગ પોએટ’ છે.

થાનવીએ આ પુસ્તકમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા પછી ગુસ્સો, એકલતા અને હતાશા વ્યક્ત કરી છે. પોતાના પુસ્તક દ્વારા થાનવીએ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે, તેમજ ખુશી અને સંબંધોનું પણ વર્ણન કર્યું છે. થાનવીને હેરી પોટર સિરીઝ વાંચવી ગમે છે. તેને જણાવ્યું કે, રાઈટિંગ પ્રત્યે જુસ્સાએ જ તેને લેખક બનાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here