થરાદના મહાજનપુરામાં સરકારી જમીન પરના 50 દબાણો દૂર કરાયા

0
24

થરાદના મહાજનપુરા રોડ નજીક પાલિકાની સરકારી જમીનમાં લોકો દ્વારા દબાણ કરી ઝુંપડપટ્ટીઓ બનાવી જાતે જ પ્લોટીંગનો વિતરણ કરતા હોવાની જાણ પાલિકાને થતાં મામલતદાર સહિત પોલીસ સ્ટાફ સાથે પાલિકાની ટીમ શનિવારે ઘટના સ્થળે પહોંચી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોડી સાંજ સુધીમાં 50થી વધુ દબાણો દૂર કરાયા હતા.

થરાદમાં મહાજનપુરા રોડ નજીક સરકારી પડતર જમીનમાં લોકો દ્વારા ઝુંપડપટ્ટી બનાવીને દબાણો કરવામાં આવ્યા હતા. જેની રજૂઆત થરાદ મામલતદાર અને પ્રાંતને કરવામાં આવતા થરાદ મામલતદાર એન.કે.ભગોરા, પાલિકાની,પોલીસ સ્ટાફ દ્વારા શનિવારે દબાણ હટાવવાની કામગીરી અનુસંધાન પાના નં-2

હાથ ધરવામાં આવતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેસીબીથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણદારો દ્વારા ઝૂંપડામાં રહેલા તેમને માલ સામાન હટાવવા દોડધામ મચી જવા પામી હતી. કાર્યવાહી દરમિયાન 50થી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. તેમજ દબાણ હટાવવાની કામગીરી યથાવત રહેતા ચકચાર મચી જવા પામી હતી. એકાએક તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહીને લઇને દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

થરાદના મહાજનપુરામાં સરકારી જમીનમાં થયેલ દબાણ શનિવારે તંત્ર દ્વારા જેસીબીથી દૂર કરવામાં આવ્યા હતા.તસવીર-વરધાજી પરમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here