દુર્ઘટના : થરાદમાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં કેનાલમાં યુવક ડૂબી જતાં મોતને ભેટ્યો

0
19

થરાદ: થરાદની મુખ્ય નર્મદા નહેરમાં શનિવારે વહેલી સવારે એક યુવક ડુબી જતા ગમગીની છવાઇ ગઇ છે. દશામાંની મૂર્તિ પધરાવતી વખતે યુવકનો પગ લપસી જતા આ બનાવ બન્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. ત્યારે ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે મહેનતની શોધખોળ બાદ યુવકની લાશ બહાર કાઢતા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં શનિવારે સવારે મૂળ વાવ તાલુકાના લોદ્રાણીના ગામના અને હાલ થરાદ ખાતે રહેતાં જીજ્ઞેશભાઈ મશરુંભાઈ પ્રજાપતિ દશામાંના વ્રતના છેલ્લા દિવસે મૂર્તિની પધરામણી કરવા જતા પગ લપસી જતા ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા સુલતાન મીર અને તેમની ટીમ દ્વારા યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. થરાદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ઘટનાને લઇ યુવકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here