થરાદ શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રીશ્રી ના પત્ર નું વિતરણ કરાયુ

0
8
લાખણી : થરાદ શહેર ભાજપ દ્રારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ બીજીવાર પ્રધાનમંત્રી બન્યા પછી બીજી ટ્રમનું એક વર્ષ પૂર્ણ થવાથી મોદી સાહેબ દ્વારા લખેલ પ્રજાજોગ પત્ર નું વિતરણ થરાદ શહેર ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા તારીખ ૧૫ થી ૨૮ જૂન દરમિયાન ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત કરવા મા આવ્યુ હતું.
               

જેમા બનાસબેંક ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, મહામંત્રી પ્રકાશભાઇ સોની, જેહાભાઇ હડીયલ, ચંદ્રિકાબેન પટેલ, કોકિલાબેન પ્રજાપતિ, પટેલ દિપીકાબેન, લુહાર રોમાભાઇ, મહેશભાઇ ત્રીવેદી, બાબુભાઈ વણકર, ગગદાસભાઇ હડીયલ, મંજુલાબેન દરજી, કલાવતીબેન નજાર, હીતેશભાઇ વાણિયા, રસિકભાઈ વાણિયા,  રુકશાનાબેન સિપાઇ, સુઝાનબેન મેમન, રોશનીબેન સોની અને ભાજપ થરાદ શહેર ની આખી ટીમ ઘર ઘર સંપર્ક અભિયાન ના કાર્યક્રમ માં જોડાઇ હતી.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા