થરાદ ખાતે જે જે હોસ્પિટલમાં થયેલ તોડફોડ અને હુમલાનો મામલો, ડીસાના ડોકટર એસો.એ ના. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ

0
98
ડીસાના ડોક્ટર એસોના ત્રીસથી વધુ ડોકટરો ના.કલેકટર કચેરી પહોંચી ના.કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અને થરાદમા થયેલ જે.જે હોસ્પિટલમાં હુમલા તથા તોડફોડ કરનાર શખ્સો સામે પગલાં ભરવા માંગ કરી હતી..
બાઈટ : ડોક્ટર હિરેન પટેલ
થરાદ ખાતે આવે જે.જે હોસ્પિટલમાં અસામાજિક તત્વોએ હુમલો કરી તોડફોડ કરી હતી.જેને લઈ જિલ્લામાં તમાંમ ડોકટર્સ એસો.મા નારાજગી છવાઈ છે.સોમવારે ડીસાના ડોકટર એસોના ત્રીસથી વધુ ડોકટરો ના.કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.અને આ તમામ અસામાજિક તત્વોને ઝડપી લઈ કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ કરી હતી.બાળ નિષ્ણાત ડો.હીરેન પટેલે જણાવ્યુ હતું કે ડૉકટરોની માંગ નહિ સંતોષાય તો તમામ ડોકટરો ઉગ્ર આંદોલન કરશે..