કે. કે. ભેદરુ ટ્રસ્ટ લાખણી સંચાલિત વિવેકાનંદ વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

0
35

લાખણી મુકામે કે.કે.ભેદરુ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ વિદ્યાલય ના નવા પ્રાંગણમાં ચોમાસાની શરૂઆતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ લાખણીના મામલતદાર ડી.સી પરમારના હસ્તે રાખવામાં આવેલ. આ ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ  કાળા ભાઈ પટેલ પોતાના પિતાના નામના ટ્રસ્ટ દ્વારા વારંવાર અનેક સેવાકીય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતા હોય છે.

 

 

જે અંતર્ગત તેમના નવા બનાવેલ  સંકુલના પ્રાંગણમાં પર્યાવરણની જાળવણી તથા સંકુલની શોભામાં વધારો થાય તે માટે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે ધીરૂભાઈ એમ દેસાઇ મુરલીધર ઇન્ડસ્ટ્રીઝ (કંસારી),  લાખણી તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ પટેલ, એ.પી.એમ.સી લાખણી ચેરમેન બાબુલાલ પાનકુટા,  જિલ્લા ભાજપ મંત્રી ટી.પી રાજપુત, સરપંચ નાંનજીભાઇ પટેલ, ડિવિઝન એડવાઇઝર દિલીપભાઇ પુરોહિત, કૈલાસભાઇ ત્રિવેદી, હિંમતભાઇ સેંજલીયા, પ્રોફેસર ચોવટીયા, માંજરીયા દાનાભાઇ પઢાર, રવિન્દ્ર ચૌધરી,   ભુપત સિંહ વાઘેલા, દિનેશભાઇ પટેલ, સુબજી રાવ, ભરતભાઇ પટેલ (ડીસા) તથા સ્કૂલના સ્ટાફે આ કાર્યક્રમમાં ભાગ લઇ વૃક્ષો વાવી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા