રાજ્યસભા ચૂંટણી : વલસાડના રિસોર્ટમાં રખાયેલા કોંગ્રેસના 10 ધારાસભ્યો અમદાવાદ જવા રવાના થયા

0
7

વલસાડ. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લાના કપરાડા અને ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાં બાદ કપરાડા અને ડાંગ વિસ્તારમાં ચહેલ પહેલ વધી ગઈ છે. રાજ્યના 10 જેટલા કોંગી ધારાસભ્યોને વલસાડના શાંતિવન રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. જેઓ આજે અમદાવાદ જવા રવાના થયા હતાં. પરંતુ રસોર્ટમાંથી તેઓએ ડાંગ-કપરાડામાં મિટીંગ યોજી હોવાથી આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ફરી આ બેઠક કબ્જે કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

કોંગી કાર્યકરોને ધારાસભ્યો મળ્યા
કોંગ્રેસના 10 ધારાસભ્યોએ વલસાડ અને ડાંગ ધારાસભ્યની બેઠકનો પ્રવાસ કર્યો હતો. જેમાં કોંગ્રેસના પાયાના કાર્યકરોને મળીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓને માજી ધારાસભ્યો પ્રત્યે ભારે રોષ અને અશાંતોષ ફેલાયો હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસના પાયાના કાર્યકરોને વધુ અગ્રેસીવથી કામ કરીને માજી ધારાસભ્ય કરતા ડબલ લીડથી કપરાડા અને ડાંગની પેટા ચૂંટણીમાં જીતાડવા કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. વલસાડ શાંતિવન સિસોર્ટમાં રોકાયેલા 10 કોંગ્રેસના ધારાસભ્યો મંગળવારે બપોરે અમદાવાદ જાવા રવાના થયા હતા.

આ ધારાસભ્યોને રિસોર્ટમાં રખાયા હતા
કોંગ્રેસના 10 આદિવાસી ધારાસભ્યોમાં છોટાઉદેપુરના મોહનસિંહ રાઠવા, પાવી જેતપુરના સુખરામ રાઠવા, નાંદેદ-રાજપીપળાના પી.ડી.વસાવા, વ્યારાના પુનાજી ગામીત, માંડવીના આનંદ ચૌધરી, ઉચ્છલ નિઝરના સુનિલ ગામીત, દાહોદના વડેસીંગ, ગરબાડાના ચંદ્રીકાબેન બારીયા, ઝાલોદના ભાવેશ કટારા અને વાંસદના અનંત પટેલ રહ્યાં હતાં. આ તમામ આદિવાસી પટ્ટાના ધારાસભ્યોએ ડાંગ કપરાડામાં પ્રચાર કર્યો હતો અને અમદાવાદ રાજ્યસભાની ચૂંટણીને લઈને જવા નીકળ્યાં હતાં.