દેશના 10 મોટા ટાઇગર રિઝર્વનું મૂલ્ય સેન્સેક્સની 9 કંપનીની માર્કેટવેલ્યૂથી પણ વધારે

0
90

દિલ્હી: દેશમાં વાઘને સંરક્ષિત કરવા માટે 1973માં પલામૂ ટાઈગર રિઝર્વ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ વાઘોની સંખ્યામાં વૃદ્ધિ તથા સંરક્ષણની દ્રષ્ટીએ ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશના ટાઈગર રિઝર્વના યોગદાનનું આંકલન કરવા માટે ભોપાલ સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટના સેન્ટર ફોર ઈકોલોજિકલ સર્વિસિસ મેનેજમેન્ટે દેશના દસ સૌથી મોટા ટાઈગર રિઝર્વનું મૂલ્યાંકન કર્યું છે. આનું મૂલ્ય 5.96 લાખ કરોડ રૂપિયા છે જે BSE સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 9ના સંયુક્ત બજાર મૂલ્યથી વધુ છે. વર્તમાનમાં ભારતમાં 50 ટાઈગર રિઝર્વ છે.

વાઘોના આવાસથી વધારે મહત્વનું રિઝર્વમાં વૃક્ષો તરીકે મોજુદ કિંમતી ઈમારતી લાકડું અને તેમાં જમા કાર્બનનું પણ આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અભ્યાસમાં આની કિંમત 13,746 કરોડ રૂપિયાથી 96,745 કરોડ રૂપિયા વચ્ચે દર્શાવી છે. એટલું જ નહિં, જમીનની કિંમત પણ 4.08 લાખ રૂપિયાથે 7.41 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર વચ્ચે છે. ત્યારે રિઝર્વથી મળતા સ્વાસ્થ્ય લાભનું મૂલ્ય 11,014 કરોડ રૂપિયા અને 34,592 કરોડ રૂપિયા વચ્ચે છે.

આ સિવાય વાતાવરણથી અવશોષિત કાર્બન ડાયોક્સાઈડનું પણ મૂલ્ય સામેલ છે. આ મૂલ્ય 5,095 કરોડ રૂપિયાથી 16,202 કરોડ રૂપિયા વચ્ચે છે. ખાત વાત તો એ છે કે, સૌથી મૂલ્યવાન 1,06,699 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમ જ, મધ્ય પ્રદેશ સ્થિત 47 વાઘોનું ઘર પન્ના ટાઈગર રિઝર્વનું મૂલ્ય 20,700 કરોડ રૂપિયા છે.

5 સૌથી મૂલ્યવાન ટાઈગર રિઝર્વ (કરોડમાં)

ટાઈગર રિઝર્વ રાજ્ય મૂલ્ય
પલામૂ ઝારખંડ 1,09,699
મેલઘાટ મહારાષ્ટ્ર 87,083
નાગાર્જુન સાગર શ્રીશૈલમ આંધ્રપ્રદેશ 66,331
સિમલીપાલ ઓરિસ્સા 65,863
દુધવા યૂપી 61,202

સ્વાસ્થ્ય લાભમાં મુખ્ય ટાઈગર રિઝર્વ (કરોડમાં)

ટાઈગર રિઝર્વ રાજ્ય મૂલ્ય
નાગાર્જુન સાગર શ્રીશૈલમ આંધ્રપ્રદેશ 34,593
સિમલીપાલ ઓરિસ્સા 28,897
મેલઘાટ મહારાષ્ટ્ર 25,380
પલામૂ ઝારખંડ 23,101
પાકે અરૂણાચલ પ્રદેશ 61,202

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here