110 વર્ષના મતદાતા કાલિતારા મંડલે અને 107 વર્ષના વૃદ્ધે મતદાન કર્યું

0
17

નવી દિલ્હી

દક્ષિણી દિલ્હીના ચિતરંજન પાર્કમાં 110 વર્ષની એક મહિલાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહિલાનું નામ કાલિતારા મંડલ છે. મહિલાએ મતદાન કર્યા બાદ જણાવ્યું કે જ્યારથી તેમને આઈકાર્ડ મળ્યું છે ત્યારથી મેં દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.

દિલ્હીના આ સૌથી વયોવૃદ્ધ મતદારનો જન્મ બાંગ્લાદેશમાં થયો છે. 1908માં અવિભક્ત ભારતમાં જન્મેલા મંડલે બે વખત દેશના ભાગલા જોયા છે. ભારતમાં જ તેઓ બે વખત તેમના પરિવાર સાથે શરણાર્થીની જેમ જીવ્યા છે. છેવટે રાજધાની દિલ્હીમાં ઠરીઠામ થયા હતા.

110 વર્ષની આ મહિલાએ પોતાના તમામ દાંત ગુમાવી દીધા છે, પરંતુ ફિશ ખાવાની તેમની ઇચ્છાને અવશ્યપણે રોકી શકતા નથી. કાલિતારા ઉપરાંત 107 વર્ષના એક વૃદ્ધે પણ દિલ્હીની ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ પણ આજ સુધી ક્યારેય મતદાન કરવાનું ચૂક્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here