Friday, March 29, 2024
Home12 વર્ષના બાળક 54 મેગ્નેટિક બોલ ખાઇ ગયો, તે પોતે મેગ્વેટિક મેન...
Array

12 વર્ષના બાળક 54 મેગ્નેટિક બોલ ખાઇ ગયો, તે પોતે મેગ્વેટિક મેન બનવા માંગતો હતો

- Advertisement -

બાળકોના સ્વભાવમાં અપાર જિજ્ઞાસા રહેલી હોય છે. તેમને અવનવા સવાલો થતા હોય છે, જેનો જવાબ મેળવવા માટે તો પ્રયત્નો પણ કરતા હોય છે. ત્યારે એક 12 વર્ષના બાળકો પણ કુતુહૂલવશ 54 મેગ્નેટિક બોલ (એક પ્રકારની ચૂંબકની ગોળી) ખાઇ લીધી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો અને સર્જરી પણ કરવી પડી.

આ ઘટના બ્રિટનના માન્ચેસ્ટરની છે. જ્યાં રાઇલી મોરિસિન નામના 12 વર્ષના બાળકો એક એક કરીને 54 મેગ્નેટિક બોલ ગળી લીધી. આવું તેણે એટલા માટે કર્યું હતું કે તે પોતે મેગ્વેટિક મેન બનવા માંગતો હતો. તેને જાણવું હતું કે આ ગોળીઓ ગળવાથી શું ધાતુની વસ્તુઓ તેની સાથે ચોંટી જશે, જડે રીતે બહાર ચુંબક સાથે ચોંટે છે?

હવે મેગ્નેટ ગળવનું એ સ્વાસ્થ્ય માટે તો જોખમી જ છે. આ બાળક સાથે પમ એવું જ થયું. તેને આ પ્રયોગ એટલો ભારે પડ્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો અને ડોક્ટરોએ મહામહેનતે તેનો જલાવ બચાવ્યો છે. આ ઘટનાનો ખુલાસો પણ તેણ રસપ્રદ રીત કર્યો હતો. રાત્રે 2 વાગે તે પોતાની માતા પાસે ગયો અને તેણ તેને કહ્યું કે પોતે ભૂલથી બે મેગ્નેટિક બોલ ગળી ગયો છે. જેના કારણે પેટમાં દુખે છે.

મા તેને તરત જ હોસ્પિટલ લઇ ગઇ. જ્યારે ડોક્ટરોએ તેનો એક્સરે કર્યો તો તેઓ પણ ચકિત થઇ ગયા. આ બાળકના પેટમાં બે નહીં પણ 4 મેગ્નેટિક બોલ હતા. છ કલાકના ઓપરેશન બાદ તે બાળકનો જીવ બચ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular