ગુજરાતમાં કોરોનાનો 14મો પોઝિટિવ કેસ કચ્છમાં નોંધાયો, ત્રણ દિવસમાં 14 કેસ,

0
21

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. 21 માર્ચની સાંજે કચ્છમાં 14મોં પોઝિટિવ કેસ નોંધાયો છે.  લખપતનું દંપતી સાઉદી એરબિયાથી પરત ફર્યું હતું. તેઓના સેમ્પલ જામનગર ટેસ્ટ માટે મોકલ્યા હતા જેમાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે પુરુષનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ સાથે સંપર્કમાં રહેલા 40 લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આમ અમદાવાદમાં 5, ગાંધીનગર-1, વડોદરામાં ત્રણ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક, કચ્છમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના 14 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here