Monday, October 25, 2021
Homeસુરત : 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : આપઘાતનું કારણ...
Array

સુરત : 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : આપઘાતનું કારણ અકબંધ.

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ-બહેનોને રમતા છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સવિતા હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

નાના ભાઈએ બહેન લટકતી હોવાનું માતાને જણાવ્યું

નંદુ પાસવાન (વિદ્યાર્થિનીના પિતા)એ જણાવ્યું હતું કે 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવીને માતાને કહ્યું- મમ્મી, બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સવિતાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો.

માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કર્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસની છે. હું પણ મારા ગેરેજ પર હતો અને રવિવાર હોવાથી પત્ની ઈંડાંની લારી પર હતી. 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી. હાલ સચિન પોલીસ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments