અમદાવાદ-કેવડિયા વચ્ચે છત પર કાચ : 180 ડિગ્રીએ ફરી શકતી સીટ સાથેની ટ્રેન 11 જાન્યુઆરીથી થશે શરૂ.

0
15

કેવડિયા અને આસપાસના પર્યટન સ્થળોની ઝલક હવે ટ્રેનમાં બેઠાં-બેઠાં પણ માણી શકાશે. રેલવે દ્વારા શરૂ કરાતી અમદાવાદ-કેવડિયા ઈન્ટરસિટી ટ્રેનમાં આધુનિક સુવિધાયુક્ત વિસ્ટાડોમ કોચ જોડાશે. જેમાં લગાવેલા સાઈડ ગ્લાસમાં થી પેસેન્જરો એરિયલ વ્યૂની સાથે-સાથે બેક વ્યૂ પણ જોઈ શકશે તેમજ ફોટોગ્રાફી પણ કરી શકશે. વિસ્ટાડોમ કોચ સાથે શરૂ થનારા આ ઈન્ટરસિટી એક્સપ્રેસને 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા સ્ટેશનના લોકાર્પણની સાથે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવે તેવી શક્યતા છે.

સાઈડ ગ્લાસમાંથી પેસેન્જરો એરિયલ વ્યૂની સાથે-સાથે બેક વ્યૂ પણ જોઈ શકશે
સાઈડ ગ્લાસમાંથી પેસેન્જરો એરિયલ વ્યૂની સાથે-સાથે બેક વ્યૂ પણ જોઈ શકશે

 

વડાપ્રધાન લોકાર્પણ કરશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય દર્શનીય સ્થળો જોવા મોટી સંખ્યામાં લોકો કેવડિયા જાય છે. ત્યારે રેલવે દ્વારા કેવડિયા સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાય તે માટે વડોદરાથી ડભોઈ, ચાણોદ થઈ કેવડિયા સુધી નવી રેલવે લાઈન નખાઇ છે. તેની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિ.મી.ના અંતરે આધુનિક સુવિધા સજ્જ કેવડિયા રેલવે સ્ટેશન તૈયાર થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ કરવાની સાથે અમદાવાદ-કેવડિયા ઈન્ટરસિટી એક્સપ્રેસનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અન્ય ટ્રેનો પણ કેવડિયા સુધી શરૂ કરાશે.

કોચમાં મિની પેન્ટ્રી, ઓવન, કોફી મશીન અને ફ્રીઝ પણ હશે

એલએચબી વિસ્ટાડોમ કોચ ચેન્નઈની કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયાં છે. જેમાંથી એક કોચ અમદાવાદને ફાળવાશે. આરામદાયક 44 સીટ ધરાવતા આ કોચમાં સાઈડમાં, ઉપરની બાજુ અને પાછળના ભાગે લાંબા ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે. દરેક સીટ 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હોવાથી પેસેન્જરો સીટ પર બેઠાં-બેઠાં જ નજારો માણવાની સાથે ફોટોગ્રાફી પણ કરી શકાશે. વાઈફાઈ, સ્મોક ડિટેક્શન એલાર્મ, ચાર્જિંગ પોઈન્ટ, જીપીએસ સિસ્ટમ, મ્યુઝિક માટે એલઈડી સ્ક્રીનની સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ માટેના પાર્ટિશન અને આઉટડોરની સુવિધા ધરાવતા આ કોચમાં મિનિ પેન્ટ્રી, હોટકેસ, માઈક્રોવેવ ઓવન, કોફી મશીન અને ફ્રીઝની સુવિધા પણ પેસેન્જરોને મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here