ટૂંક સમયમાં 2021 KTM ડ્યૂક 125 નવા ફેરફારની સાથે લોન્ચ થશે.

0
10

સ્ટાઇલિશ લૂક અને પર્ફોર્મન્સને કારણે KTM બાઇક્સ ભારતના યુવાનોમાં ઘણી લોકપ્રિય છે. કંપની આગામી કેટલાક સપ્તાહમાં KTM 125 ડ્યૂકનું અપડેટેડ મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. સોશિયલ મીડિયા પર લીક થયેલી ઈમેજથી તેની ઘણી ડિટેઈલ્સ સામે આવી ગઈ છે. જાણો નવા મોડેલમાં શું નવું હશે…

2021 KTM 125 ડ્યૂકઃ ડિઝાઈનમાં શું ફેરફાર જોવા મળશે?

  • અપડેટની સાથે KTM 125 ડ્યૂકમાં તે ડિઝાઈન છે જે તમને વર્તમાન KTM ડ્યૂક 200 પર જોવા મળે છે. તેના મોટાભાગના ભાગો જેમ કે- હેડલાઈટ, ફ્યુલ ટેન્ક, ટેન્ક એક્સટેન્શન, ટેલ પેનલ અને એટલે સુધી કે તેની LCD સ્ક્રીન પણ 200 ડ્યૂક જેવી દેખાય છે.
  • ઈમેજમાં મોટરસાયકલમાં વ્હાઈટ ફ્યુલ ટેન્ક અને બોલ્ડ ઓરેન્જ એક્સટેન્શન છે, જેનાથી કંપનીએ યુવાનોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, લોન્ચિંગનો સમય આવતા સુધીમાં વધારે કલર ઓપ્શન અને ડિટેલ સામે આવે તેવી અપેક્ષા છે.

2021 KTM 125 ડ્યૂકઃ ચેસિસ

  • સ્ટાઈલ અપડેટની સાથે, KTM 125 ડ્યૂક પણ તે પ્લેટફોર્મ પર સ્વિચ કરવામાં આવી છે, જે 200 ડ્યૂકમાં જોવા મળે છે. તેનો અર્થ એ થયો કે તે બોલ્ટ-સબ-સબફ્રેમની સાથે એક સ્ટીલ ટ્રેલિસ ફ્રેમ પ્રાપ્ત કરે છે. ટાયર, બ્રેક, USD ફ્રન્ટ ફોર્ક અને મોનોશૉક પહેલા જેવા જ છે.
  • 125 ડ્યૂકને એક મોટું 13.4 લિટર ફ્યુલ ટેન્ક મળવાની સંભાવના છે. કર્બ વેટ કદાચ વધશે, એવી જ રીતે જેવી રીતે KTM 200 ડ્યૂક અપડેટ થયા બાદ 148 કિગ્રાથી 159 કિગ્રા સુધી વજન થઈ ગયું છે.

2021 KTM 125 ડ્યૂકઃ એન્જિન

અપડેટ કરવામાં આવેલ 2021 KTM 125 ડ્યૂકને BS6 કમ્પ્લાયન્ટ 124cc, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ- સિલિન્ડર એન્જિનથી સજ્જ કરવામાં આવી છે, જે 14.5hp પાવર અને 12nm ટોર્ક જનરેટ કરે છે અને તેને 6-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.

2021 KTM 125 ડ્યૂકઃ કિંમત અને ઉપલબ્ધતા

સ્ટાઈલિંગ અપડેટને જોતા 2021 KTM 125 ડ્યૂકની કિંમતમાં 5,000 રૂપિયા સુધીનો વધારો થવાની આશા છે. 2021 KTM 125 ડ્યૂક માટે બુકિંગ ઓપન થઈ ગયું છે અને એવી અપેક્ષા છે કે ડિસેમ્બરના અંત સુધી મોટરસાયકલ વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here