Wednesday, January 19, 2022
Homeગુજરાતરાજકોટની મારવાડી યુનિવર્સીટીમાં ઓમિક્રોનની આશંકા છતાં 31stની પાર્ટી યોજાઈ

રાજકોટની મારવાડી યુનિવર્સીટીમાં ઓમિક્રોનની આશંકા છતાં 31stની પાર્ટી યોજાઈ

રાજકોટમાં એક તરફ ઓમિક્રોનની દહેશત ફેલાઈ છે. જ્યાં શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીમાં ઇથોપીયાથી અભ્યાસ અર્થે આવેલી 23 વર્ષીય યુવતી કોરોના પોઝીટીવ નોંધાઈ છે. અને તેને ઓમિક્રોન હોવાની આશંકા પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મારવાડી યુનિવર્સીટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DJ પાર્ટી યોજાઈ હતી. જ્યાં DJના તાલે 1 હજાર જેટલા યુવક-યુવતીઓ ઝૂમ્યા હતા.

પોલીસ અંકુશ લગાવવામાં નિષ્ફળ

જો કે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં આ પાર્ટી યોજાઈ હતી પરંતુ કુવાડવા પોલીસ આ અંગે અજાણ હતી.આ જોતાં કુવાડવા પોલીસ આવી પાર્ટીઓ ઉપર અંકુશ લગાવવામાં નિષ્ફળ જતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

 

પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા.
પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા.

ખુલ્લા મેદાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારવાડી યુનિવર્સીટીમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. હોસ્ટેલમાં પણ 1000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમાંથી 900 જેટલા વિદેશી વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રીના હોસ્ટેલ ખાતે કોલેજ કેમ્પસ ખાતે ખુલ્લા મેદાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1000 જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા અને DJના તાલે ઝૂમ્યા હતા.

 

ફાઈલ તસવીર

સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી

રાજકોટ મોરબી રોડ પર બેડી અને ગૌરીદળ ગામની વચ્ચે આવેલ આ મારવાડી યુનિવર્સીટી કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે. આ પાર્ટી અંગે આયોજક કે કોલેજ સંચાલકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે પોલીસ આ પાર્ટીથી અજાણ હતી કે પછી જાણી જોઈને પાર્ટી ના રંગમાં ભંગ ના હતો પાડ્યો તે મોટો સવાલ છે.

 

એક પણ યુવક યુવતીના ચહેરા ઉપર માસ્ક જોવા ન મળ્યું
એક પણ યુવક યુવતીના ચહેરા ઉપર માસ્ક જોવા ન મળ્યું

પોલીસ દ્વારા કડક ચેકિંગના બણગા પણ ફૂંકવામાં આવ્યા

રાજકોટ સહીત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રીના 11 વાગ્યાથી કર્ફ્યુ અમલમાં આવે છે અને ગઈકાલે પોલીસ દ્વારા કડક ચેકિંગના બણગા પણ ફૂંકવામાં આવ્યા હતા છતાં કોઈ કાર્યવાહી કેમ નહિ તે મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સીટીમાં વિદેશના 900 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે અને તાજેતરમાં સંક્રમિત થયેલ વિદ્યાર્થીની ઓમિક્રોન શંકાસ્પદ હોવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હવે મારવાડી યુનિવર્સીટી સંચાલકો અને પાર્ટીના આયોજકો સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular