અમદાવાદ : 34 વર્ષની મહિલાને 19 વર્ષના પ્રેમીએ ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો તેને ઉઠાવી જઈ મારી નાખશે

0
50

અમદાવાદ: પતિ સાથે છૂટાછેડા લઇને 13 વર્ષના દીકરા સાથે રહેતી 34 વર્ષની મહિલાને દીકરાની ઉમરના કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. 4 વર્ષ સુધી બંને એક બીજાના પ્રેમમાં ગળાડૂબ રહ્યા હતા અને લગ્ન કરવા માંગતા હતા. કિશોર 19 વર્ષનો થતાં તે મહિલાને લગ્ન માટે બહુ દબાણ કરતો હતો અને મહિલાને ધમકી આપી હતી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તેને ઉઠાવી જશે અને જાનથી મારી નાખશે.

2015માં પાયલબહેન ભાવનગરમાં રહેતા ગૌરાંગ મહેતાના સંપર્કમાં આવ્યાં હતાં
ભાડજમાં રહેતા પાયલબહેન (34)(નામ બદલ્યું છે) એ 2004માં પ્રેમ લગ્ન કર્યા હતા. તેમણે 2016 માં છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ પાયલબહેન દીકરા સાથે રહેતા હતા અને એનજીઓમાં સેવા આપતાં હતાં. દરમિયાનમાં 2015 માં પાયલબહેન ભાવનગરમાં રહેતા ગૌરાંગ મહેતા(19) ના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારે ગૌરાંગ 15 વર્ષનો હતો. બંને અવાર નવાર મળતા હોવાથી તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે બંને લગ્ન કરવા માંગતા હોવાથી પાયલબહેન અવાર નવાર ગૌરાંગના પરિવારના સભ્યોને મળવાની વાત કરી હતી. પરંતુ ગૌરાંગ દર વખતે બહાનાં કરીને વાત ટાળી દેતો હતો.

હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ-પ્રેમી
દરમિયાનમાં પાયલબહેન દીકરાને લઇને વસ્ત્રાપુર તળાવ પાસે રહેતા તેમના પિતાના ઘરે ગયાં હતાં. ત્યારે ગૌરાંગે તેમને ફોન કરીને ધમકી આપી હતી કે તું તારા પિતાના ઘરે કે ગમે ત્યાં જઇશ. હું તારી આસપાસ જ છું, હું તને ઉપાડીને લઇ જઇશ. હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ અને જો તું મારા સિવાય બીજા કોઇ સાથે લગ્ન કરીશ તો હું તને ઉપાડીને લઇ જઇશ અને જાનથી મારી નાખીશ. આ પ્રકારની ધમકી આપતો હોવાથી પાયલબહેનની ફરિયાદના આધારે ગૌરાંગની ધરપકડ થઈ હતી.

મોબાઈલમાંથી વીડિયો પણ મળ્યા 
વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, પાયલબહેનની ફરિયાદના આધારે ગૌરાંગની ધરપકડ કરીને તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે ગૌરાંગના ફોનમાંથી પાયલબહેનનાં ઘણા બધા વીડિયો મળ્યા છે. જેની તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here