36 વર્ષીય HIV પોઝિટિવ મહિલાને 216 દિવસ સુધી કોરોના રહ્યું

0
5

દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાઈરસને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 36 વર્ષીય HIV પોઝિટિવ મહિલાના શરીરમાં વાઈરસનું ઈન્ફેક્શન 216 દિવસ સુધી રહ્યું અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન વાઈરસમાં 32 વખત મ્યુટેશન થયું. એક નવા રિસર્ચમાં આ ખુલાસો થયો છે.

સ્પાઈક પ્રોટિનમાં પણ મ્યુટેશન થયું

‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર, વાઈરસના સ્પાઈક પ્રોટિનમાં પણ 13 વખત મ્યુટેશન થયું હતું. ઉલ્લેખનીય છે કે મોટાભાગની વેક્સિન સ્પાઈક પ્રોટીનને ઓળખીને વાઈરસ પર હુમલો કરે છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મ્યુટેશન કોઈ અન્યમાં ટ્રાન્સમિનટ થયું કે નહીં. આ અંગે એક રિસર્ચ પ્રી-પ્રિન્ટ જર્નલ મેડરેક્સિવમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

શું HIV ઈન્ફેક્શન નવા વેરિન્ટના સોર્સ છે?

સ્ટડીના લેખક ટૂલિયો ડિ ઓલિવીરાએ જણાવ્યું કે, જો આવા વધુ કેસો મળી આવે છે તો આશંકા છે કે HIV ઈન્ફેક્શન નવા વેરિઅન્ટના સોર્સ બની શકે છે. આવા દર્દીઓમાં વાઈરસ લાંબા સમય સુધી રહે છે, જેનાથી તેને મ્યુટેટ થવાની તક મળે છે. તેમણે જણાવ્યું કે, આ કેસ અંગે કદાચ જ કોઈને ખબર પણ ન પડી હોત, કેમ કે પ્રારંભિક સારવાર બાદ મહિલામાં હળવા લક્ષણો હતા. પરંતુ વાઈરસ તેના શરીરની અંદર હાજર હતો.

આ રીતે આ કેસ સામે આવ્યો

રિપોર્ટના અનુસાર, આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહિલા 300 HIV પોઝિટિવ લોકો પર હાથ ધરવામાં આવેલી સ્ટડીમાં સામેલ થઈ. તેમાં એ જાણવા મળ્યું હતું કે, અન્ય ચાર લોકોમાં એક મહિનાથી વધુ સમય સુધી કોરોનાવાઈરસ હતો. જો કે, જે લોકોની ઈમ્યુન સિસ્ટમ કમજોર હોય છે, તેમનામાં લાંબા સુધી વાઈરસ જોવા મળ્યો છે, પરંતુ આ કેસ આખો અલગ જ છે. આ રિસર્ચ ઘણું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને આફ્રિકાના લોકો જ્યાં 2020માં 2 કરોડથી વધુ લોકો HIV પોઝિટિવ હતા. શુક્રવારે WHO કોવિડના વધતા જતા કેસો પર ચેતવણી આપી હતી કે દક્ષિણ આફ્રિકામાં ત્રીજી લહેરનો ભય દેખાઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here