ઉત્તરપ્રદેશ : ખરાબ વાતાવરણને કારણે 4 સીટર એરક્રાફ્ટ ક્રેશ થયું : પાયલટે પેરાશૂટ સાથે છલાંગ લગાવી, પણ અંતે અરેરાટી ઉપજાવે તેવો મૃતદેહ મળ્યો

0
0

ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં સોમવારે 4 સીટર એરક્રાફ્ટ ક્રેશ થઈને ખેતરમાં પડ્યું હતું. દુર્ઘટનામાં એક ટ્રેની પાયલટનું મોત થયું છે. પાલયટ પેરાશૂટ લઈને કૂદ્યો હતો, પણ તેનો જીવ બચી ન શક્યો.પાયલટ ઓળખ કોણાર્ક સરન તરીકે થઈ છે. દુર્ઘટનાનું કારણ ખરાબ વાતાવરણ માનવામાં આવી રહ્યું છે.

કાટમાળમાં ફસાયું એરક્રાફ્ટ.
(કાટમાળમાં ફસાયું એરક્રાફ્ટ.)

 

400 મીટરના અંતરે ખેતરમાં પાયલટનો મૃતદેહ મળ્યો

દુર્ઘટના સોમવારે લગભગ 11.30 વાગ્યે આઝમગઢ જિલ્લાના સરાયમીર વિસ્તારના મનજિત પટ્ટી કુસહાં વિસ્તારમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સવારે લગભગ 11.20 વાગ્યે એક એરક્રાફ્ટ આકાશમાં લથડાતું ખેતરમાં પડતા જોવા મળ્યું. તેમાં આગ લાગી ગઈ હતી. ધુમાડો નીકળી રહ્યો હતો, બ્લાસ્ટ પણ થયો.

દુર્ઘટના વખતે પાયલટે પેરાશૂટ દ્વારા છલાંગ લગાવી, પણ બચી ન શક્યો. પાયલટનો મૃતદેહ 400 મીટરના અંતરેથી ખેતરમાંથી મળ્યો હતો. દુર્ઘટના પછી ઘટનાસ્થળે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સૂચના મળતાંની સાથે પોલીસ પણ પહોંચી ગઈ હતી.

ખેતરમાં પડેલો પાયલટનો મૃતદેહ.
(ખેતરમાં પડેલો પાયલટનો મૃતદેહ.)

 

ફુર્સતગંજથી ઉડાન ભરી હતી

એરક્રાફ્ટ TB-20એ અમેઠીમાં ફુર્સતગંજ ખાતે આવેલા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીથી મઉ માટે ઉડાન ભરી હતી, જેમાં ટ્રેની પાયલટ એકલો સવાર હતો. 11.11 વાગ્યે વિમાનનું ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here