સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

0
0

વિશ્વના સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોનાએ કહેર મચાવ્યો છે. એક સાથે નર્મદા નિગમના 50 કર્ચમારી કોરોના પોઝિટિવ આવ્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ 2800 કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 50 કર્મચારી પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ 50 પોઝિટિવ પૈકી સીઆઇએસએફના 22 જવાનો અને અન્ય ખાનગી એજન્સીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોઝિટિવ કર્મચારીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો સાથે જ આ કર્મચારીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા છે.

જણાવી દઇએ, 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તેવી શક્યતા છે. ત્યારે તેમની મુલાકાત પહેલા તકેદારીના ભાગરૂપે તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા 2800 કર્મચારીઓ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં સૌથી પહેલા 1800 કર્મચારીઓનો રિપોર્ટ આવ્યો છે. તેમાથી 9 કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાકીના 1000 કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી હતો. જે આવતા સ્ટેચ્યુ પાસે જાણે કોરોના વિસ્ફોટ થયો હતો.

રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1326 નવા કેસ સાથે કુલ આંક 1,13,662 પર પહોંચ્યો છે. તો 1,205 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 94,010 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સંક્રમણથી 15 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 68,828 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,88,811 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16439 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here