દહેગામ : શ્રી પાંચ તાલુકા પ્રજાપતી સમાજનો ૨૭ મો સમુહ લગ્નોતસવ યોજાયો, ૨૨ નવદંપતીઓએ પ્રભુતામા પગલા મુક્યા

0
175

દહેગામ વીનાયક તથા યોગેશ્વર કોલ્ડ સ્ટોરેજમા પાંચ તાલુકા પ્રજાપતી સમાજનો ૨૭ મા સમુહ લગ્નમા ૧૨,૦૦૦ ઉપર માનવમેદની ઉમટી પડી પરંતુ સારી વ્યવ્સ્થાના લીધે આ સમુહ લગ્ન ખુબ જ રંગે ચંગે યોજાયો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલ યોગેશ્વર તથા વીનાયક કોલ્ડ સ્ટોરેજમા પાંચ તાલુકા પ્રજાપતી સમાજનો ૨૭ મો સમુહ લગ્નોત્સવ વીશાળ જનમેદની સાથે યોજાયો હતો આ સમુહ લગ્નમા પાંચ તાલુકાના પ્રજાપતી સમાજના ૨૨ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામા પગલા માંડ્યા હતા. અને આ પ્રસંગે ૧૨,૦૦૦ થી ઉપર માનદમેદની આ કાર્યક્રમમા જોવા મળી હતી.

આ કાર્યક્રમમા દાતાઓ દ્વારા દાનનો ધોધ વર્ષાવ્યો હતો અએ દાતાઓને ફુલ અને ચાંદીના સીક્કા આપીને સન્માનીત કરવામા આવ્યા હતા. આ તમામ વહીવટ મહીલાઓએ કર્યો હતો અને આ મંગળ પ્રસંગે નવ દંપતીઓને શુભાષીત પાઠવવા માટે તેમના માતા પિતા અને સ્વજનો અને તેના સગાવાલા આ પ્રસંગને અનુરૂપ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા. અને આ સમુહ લગ્નમા પ્રભુતામા પગલા પાડનાર નવ દંપતીઓને આશીર્વચન પાઠવવામા આવ્યા હતા.

બાઈટ : ગુર્જર તન્હા, ( વિદ્યાર્થીની, ખેરવા )

આ કાર્યક્રમનો શુભ આરંભ દીપ પ્રાગટ્ય કરીને બાલીકાઓ દ્વારા સન્માનીત કરવામા આવ્યો હતો. અને આ કાર્યક્રમનુ સમગ્ર સંચાલન મહીલાઓએ કર્યુ હતુ તેમા આ કાર્યક્રમમા સફળ બનાવવામા   વીલાસીબેન અશોકભાઈ પ્રજાપતી અને મહીલા સંગઠને ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ ખુબ જ શાનદાર રીતે આયોજન કર્યુ હતુ. અને આ પ્રસંગને અનુરૂપ ચીનુભાઈ સોમાભાઈ પ્રજાપતી, નારણભાઈ સેવાભાઈ પ્રજાપતી, જગદીશભાઈ પ્રજાપતી, અશોકભાઈ પ્રજાપતી અને અમ્રુતભાઈ પ્રજાપતી દ્વારા અને રમેશભાઈ પ્રજાપતી વાસણા રાઠોડે આ કાર્યક્રમને સફળતા માટે તનતોડ પ્રયત્ન કરીને ખુબ જ ઉત્સાહ પુર્વક આયોજન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમ પ્રજાપતી સમાજની ખેરવા ગામની ગુર્જર તન્હા ધોરણ ૯ મા અભ્યાસ કરતી  આ વીદ્યાર્થીનીને ૨૬ મી જાન્યુઆરીના દીવસે વડાપ્રધાનના હસ્તે એનસીસીમા અને અન્ય કાર્યક્રમમા પ્રથમ આવતા સમાજનુ ગૌરવ વધારતા તેનુ આ કાર્યક્રમમા  ફુલ અને ચાંદીનો સીક્કો આપી સન્માન કરવામા આવ્યુ હતુ. અને આ કાર્યક્રમમા પ્રજાપતી સમાજના જે દાતાઓએ દાન આપ્યા છે તેમનુ પણ ફુલ સળીયોથી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. અને દર વર્ષે યોજાતા આ પ્રજાપતી સમાજનો સમુહ લગ્ન કાર્યક્રમનુ જે આયોજકો દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ તે આયોજન ખુબ જ સુંદર હોવાથી ખુબ જ સફળતા મળવા પામી હતી.

બાઈટ : વીલાસીબેન અશોકભાઈ પ્રજાપતી

 

  • શ્રી પાંચ તાલુકા પ્રજાપતી સમાજનો ૨૭ મો સમુહ લગ્નોતસવ દહેગામ ખાતે આવેલા યોગેશ્વર તથા વીનાયક કોલ્ડ સ્ટોરેજમા યોજાયો તેમા ૨૨ નવ દંપતીઓએ પ્રભુતામા પગલા મુક્યા
  • દહેગામ ખાતે આવેલ યોગેશ્વર તથા વીનાયક કોલ્ડ સ્ટોરેજમા પ્રજાપતી સમાજનો ૨૭ મા સમુહ લગ્નમા ૧૨,૦૦૦ થી વધુ લોકો ઉમટી પડ્યા
  • આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે તેના માતા પિતા, સ્નેહીજનો અને સગા વાલા આ કાર્યક્રમમા હાજર રહેવા પામ્યા હતા
  • અને આ કાર્યક્રમમા જે દાતાઓએ દાન આપ્યુ હતુ તેમનુ ફુલ સળી અને ચાંદીના સીક્કા આપીને સન્માનીત કરવામા આવ્યા હતા
  • આ કાર્યક્રમનુ આયોજન મહીલાઓએ કર્યુ હતુ અને તમામ વહીવટ પણ મહીલાઓએ કરતા સ્ટેજ ઉપર પણ મહીલાઓને સ્થાન આપવામા આવ્યુ હતુ.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here