અપકમિંગ : હેક્ટર પ્લસનું 6 સીટર વર્ઝન ત્રણ વેરિઅન્ટ સુપર, સ્માર્ટ અને શાર્પમાં આવશે, કિંમતમાં ₹1.5 લાખનો વધારો થવાની શક્યતા

0
2

દિલ્હી. એમજી મોટર્સે અપકમિંગ એમજી હેક્ટર પ્લસને ઓફિશિયલ સાઇટ પર લિસ્ટિંગ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, હેક્ટર પ્લસનું 6 સીટર વર્ઝન સુપર, સ્માર્ટ અને શાર્પ વેરિઅન્ટમાં અવેલેબલ થશે અને તેનાં ફીચર્સ સ્ટાન્ડર્ડ હેક્ટર જેવાં જ હશે. આ કાર જુલાઈમાં લોન્ચ થશે. હેક્ટર પ્લસ, એમજી હેક્ટરનું જ થ્રી રો વર્ઝન છે અને તેને 6 સીટર અને 7 સીટર લેઆઉટમાં માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે.

સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ જેવું જ એન્જિન મળશે

  • હેક્ટર પ્લસમાં સ્ટાન્ડર્ડ કારની જેમ જ એન્જિન ઓપ્શન મળી શકે છે. તેનો અર્થ એ છે કે તેમાં 143PS અને 250Nm ટોર્ક જનરેટ કરતું 1.5 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન હશે, જ્યારે બીજામાં 48V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ જોડવામાં આવશે. જેના કારણે તેમાં સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ, રિજનરેટિવ બ્રેકિંગ અને ટોર્ક ફિલ ફંક્શનાલિટી મળશે.
  • ડીઝલ વેરિઅન્ટમાં 2.0 લિટરનું FCA મલ્ટિજેટ એન્જિન હશે, જે 173PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. આ યૂનિટ જીપ કંપસ અને ટાટા હેરિયરમાં પણ આપવામાં આવ્યું છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને DCT (માત્ર પેટ્રોલ) ગિયરબોક્સ ઓપ્શન આપવામાં આવી શકે છે.

એક્સટિરિયર લુકમાં ઘણા ફેરફાર જોવા મળશે

  • એમજી હેક્ટર પ્લસના એક્સટિરિયરમાં ઘણા નવાં એલિમેન્ટ્સ જોવા મળશે, જે તેને સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં અલગ બનાવશે. તેમાં એક મોટી ગ્રિલ, નવી હેડલેમ્પ ડિઝાઇન અને DRLs અને રિવાઇઝ્ડ સ્કિડ પ્લેટ મળશે.
  • કરન્ટમોડેલમાં SUVના સી-પિલરના ચારેબાજુ અને એક ગ્લાસ એલિમેન્ટમાં ફેલાયેલું છે. હેક્ટર પ્લસના રિઅરમાં એક નવું બંપર અને ટેલલેમ્પ મળી શકે છે. નવો પેન્ટ ઓપ્શન પણ મળે એવી શક્યતા છે. હેક્ટર પ્લસનું ઇન્ટિરિયર જોવા નથી મળ્યું. પરંતુ તેમાં OTA અપડેટ સાથે અપડેટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ટેન લેધર અપહોલ્સ્ટ્રી મળવાની શક્યતા છે.

હેક્ટર પ્લસનું પ્રોડક્શન ગુજરાતમાં શરૂ થઈ ગયું છે
એમજી હેક્ટર પ્લસનું પ્રોડક્શન ગુજરાતના હાલોલમાં એમજી પ્લાન્ટમાં શરૂ થઈ ચૂક્યું છે. હેક્ટર પ્લસથી પહેલેથી માર્કેટમાં રહેલી સ્ટાન્ડર્ડ હેક્ટર કરતાં 1 લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે. કરન્ટમાં હેક્ટરના બેઝ પેટ્રોલ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 12.73 લાખ રૂપિયા જ્યારે ટોપ સ્પેક ડીઝલની કિંમત 17.73 લાખ રૂપિયા સુધી જાય છે.