શોકેસ : સિંગલ ચાર્જ પર 650 કિમી ચાલે એવી ઇલેક્ટ્રિક સિડેન કાર BYD Han શોકેસ થઈ, જૂન મહિનામાં લોન્ચ થશે

0
0

દિલ્હી. ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડ વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. ચીનની ઓટોમોબાઇલ કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD)એ તેની નવી ઇલેક્ટ્રિક સિડેન કાર Han રજૂ કરી છે. આ કંપનીનું ફ્લેગશિપ મોડેલ છે, જેમાં બ્લેડ બેટરી ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારે કંપનીએ આ કારમ માત્ર શોકેસ કરી છે. તેને વેચાણ માટે આગામી જૂન મહિનામાં માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે.

બેટરી ડિટેલ્સ

BYD Hanમાં કંપનીએ હાઇ પર્ફોર્મન્સવાળા બેટરી પેકનો પ્રયોગ કર્ય છે. આ ઉપરાંત, આ બેટરી સેફ્ટીની દૃષ્ટિએ પણ બહુ સારી છે. જો કે, હજી કંપનીએ આ કારમાં નાખવામાં આવેલી બેટરી વિશે કોઈ જાણકારી નથી આપી. પરંતુ કંપનીનો દાવો છે કે, સિડેન કાર સિંગલ ચાર્જમાં 605 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે.

3.9 સેકંડમાં જ 0થી 100 કિમી સુધીની સ્પીડ પકડશે

આ ઉપરાંત, આ કારનું પિકઅપ પણ સારું છે. આ કાર ફક્ત 3.9 સેકંડમાં જ 0થી 100 કિમી સુધીની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેમાં સિલિકોન કાર્બાઇડ મોટર કન્ટ્રોલ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચીનની પહેલી એવી કાર છા જેમાં Boschની લેટેસ્ટ ટેક્નોલોજીવાળા ઇન્ટેલિજન્ટ ઇન્ટિગ્રેટેડ બ્રેક સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ટેસ્લાની કારને ટક્કર આપશે

BYD Han ઇલેક્ટ્રિક સિડેન કારમાં 5G કનેક્ટિવિટી સિસ્ટમ પણ આપવામાં આવી છે. જેથી, આ કાર હંમેશાં ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહે છે. તેના ઇન્ટિરિયરને પણ કંપનીએ લક્ઝરી લુક આપ્યો છે. આ કારનું ઇન્ટિરિયર ઘણું ખરું ટેસ્લાને મળતું આવે છે. કંપની આ કારને બે અલગ વર્ઝનમાં વેચાણ માટે લોન્ચ કરી શકે છે. માર્કેટમાં લોન્ચ થયા પછી આ કાર સીધી રીતે ટેસ્લા મોડેલ 3ને ટક્કર આપશે, જે દૂનિયાની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here