Tuesday, September 21, 2021
Home7 સીટર હ્યુન્ડાઈ અલ્કાઝર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ
Array

7 સીટર હ્યુન્ડાઈ અલ્કાઝર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હ્યુન્ડાઇએ તેની 7 સીટર હ્યુન્ડાઇ અલ્કાઝાર SUV ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ 3 રો સીટર SUV કાર છે, જે ટૂંક સમયમાં કંપની માર્કેટમાં વેચાણ માટે લોન્ચ કરશે. આ કારમાં 6 અને 7 સીટર ઓપ્શન આપવામાં આવ્યા છે. બીજી રોમાં આ SUVના 6 સીટર વર્ઝન, કેપ્ટન સીટ અને 7 સીટર વર્ઝનને બેંચ સીટ આપવામાં આવી છે. આ SUV ક્રેટા બેઝ્ડ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.

કારમાં ડાયમંડ પેટર્ન ગ્રિલ, અપડેટેડ બંપર, નવી ડિઝાઇનના એલોય વ્હીલ અને પાછળની બાજુ નવા ક્વાર્ટર ગ્લોસ મળશે

કારમાં ડાયમંડ પેટર્ન ગ્રિલ, અપડેટેડ બંપર, નવી ડિઝાઇનના એલોય વ્હીલ અને પાછળની બાજુ નવા ક્વાર્ટર ગ્લોસ મળશે

હ્યુન્ડાઇ અલ્કાઝરની ડિઝાઇન

કંપનીએ આ કારમાં 2,760mm લાંબું વ્હીલબેઝ આપ્યું છે, જેનાથી કેબિનની અંદર થર્ડ રોની સિટીંગ માટે સારી સ્પેસ મળશે. કંપનીએ આ કારમાં નવી ડિઝાઇનની ડાયમંડ પેટર્ન ગ્રિલ, અપડેટેડ બંપર, નવી ડિઝાઇનના એલોય વ્હીલ અને પાછળની બાજુ નવા ક્વાર્ટર ગ્લોસ આપવામાં આવ્યા છે. આ SUVના પાછળના ભાગમાં કંપનીએ ફોક્સ ડ્યુઅલ એક્ઝોસ્ટ (સાઇલેન્સર) અને નવી સ્ટાઇલની રેપઅરાઉન્ડ ટેઇલલાઈટ્સ આપી છે.

કાર 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ

કાર 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ

ઇન્ટિરિયર

આ SUVના ઇન્ટિરિયરને ખાસ બનાવવા માટે કંપનીએ તેમાં ઓટો કનેક્ટિવિટી ટેકનોલોજી, પેનોરમિક સનરૂફ, ISOFIX સીટ માઉન્ટ્સ, વાયરલેસ ફોન ચાર્જિંગ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ અને 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેથી કનેક્ટ થઈ શકે છે. કારનાં ઇન્ટિરીયરમાં ડ્યુઅલ ટોન કલર સ્કીમ આપવામાં આવી છે અને તેના કેપ્ટન સીટ વર્ઝનમાં યૂનિક સેન્ટ્રલ આર્મરેસ્ટ, કપ હોલ્ડર અને એક્સ્ટ્રા સ્પેસ પણ આપવામાં આવી છે.

SUV પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને ઓપ્શન સાથે લોન્ચ થઈ

SUV પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને ઓપ્શન સાથે લોન્ચ થઈ

એન્જિન ડિટેલ્સ

કંપનીએ આ SUVને પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને ઓપ્શન સાથે લોન્ચ કરી છે. ડીઝલ વર્ઝનમાં 1.5-લિટર 4 સિલિન્ડર ટર્બો ચાર્જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 115hp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વર્ઝનમાં 2.0-લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 159hp પાવર અને 192Nm ટોર્ક જનરેટ કરે છે. આ બંને એન્જિન વેરિઅન્ટમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

આ કારની કિંમત હજી જાહેર કરવામાં નથી આવી. પરંતુ તે માર્કેટમાં કરન્ટ ક્રેટાના મોડેલ કરતાં મોંઘી હશે. માર્કેટમાં આ SUV સાથે ટાટા સફારી અને MG હેક્ટર પ્લસ જેવાં મોડેલ્સની ટક્કર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments