Wednesday, September 22, 2021
Home7 વર્ષીય બાળકી ઘરનો સામાન લેવા જઈ રહી હતી; 10થી 12 કૂતરાઓ...
Array

7 વર્ષીય બાળકી ઘરનો સામાન લેવા જઈ રહી હતી; 10થી 12 કૂતરાઓ તેના પર હુમલો કરી દીધો

એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અલીગઢને સ્માર્ટ સિટીનો દરજ્જો અપાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે તો બીજી બાજુ શહેરના લોકો રસ્તા પર રખડતા પશુઓથી પણ સુરક્ષિત નથી. આવી જ એક ઘટના અલીગઢના જીવનગઢ ખાતેથી સામે આવી છે જેમાં એક 7 વર્ષીય બાળકી ઘરનો સામાન લેવા જઈ રહી હતી તે સમયે આશરે 10થી 12 રખડતા કૂતરાઓના ટોળાઓએ તેના પર હુમલો કરી દીધો હતો.

કૂતરાઓના ટોળાએ બાળકીને જમીન પર પાડી દીધી હતી અને તેને ઢસડવા લાગ્યા હતા. આ અંગે જાણ થતા જ આજુબાજુના લોકોએ બાળકીને બચાવવા દોટ મુકી હતી. મહામહેનતે તે બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સ્માર્ટ સિટીના નામે કરોડોના ખર્ચ કરનારા કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. બાળકી પર કૂતરાઓએ હુમલો કર્યો તે ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જ્યારે બાળકી એક ગલીની સામેથી નીકળે છે ત્યારે 4-5 કૂતરા તેના પર તૂટી પડે છે અને પછી તેમની સંખ્યા વધવા લાગે છે. બાળકી બચીને ભાગવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ કૂતરાઓની સંખ્યા વધારે હોવાથી તે ફસાઈ જાય છે. જીવનગઢ ક્ષેત્રના કાઉન્સિલરના કહેવા પ્રમાણે તેમણે અનેક વખત કોર્પોરેશનને રખડતા કૂતરાઓના ત્રાસ વિશે લખ્યું છે પરંતુ તેમની બેદરકારીના કારણે સમસ્યાનો ઉકેલ નથી આવતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments