Friday, August 6, 2021
Homeસુરત : 80 વર્ષના વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપી, એક સાથે 31 દર્દી...
Array

સુરત : 80 વર્ષના વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપી, એક સાથે 31 દર્દી ડિસ્ચાર્જ થતા હોસ્પિટલ સ્ટાફે તાળીઓથી વિદાય આપી

સુરત. શહેરમાં 80 વર્ષના વૃદ્ધા સહિત વધુ 31 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 739 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેર જિલ્લાનો પોઝિટિવ કેસનો આંક 1133 પર પહોંચી ગયો છે.

સુરતમાં કોરોના રિકવરી રેટ 65.22 ટકા

સુરત જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમની સામે રિકવરીમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કુલ કેસ 1133 પૈકી અત્યાર સુધીમાં 739 દર્દીઓ રિકવર થઈને ઘરે પહોંચી ગયા છે. જેથી રિકવરી રેટ 65.22 ટકા થઈ ગયો છે.

80 વર્ષના વૃદ્ધાએ કોરાનેને મ્હાત આપી

ગત રોજ નવાગામ વિસ્તારમાં રહેતા 80 વર્ષીય ચંદનબેન સૂર્યવંશીએ કોરોનાને મ્હાત આપી હતી. ચંદનબેનને 6 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. જેમણે 12 દિવસમાં કોરોનાને હરાવી હોસ્પિટલમાંથી ઘરે રવાના થયા હતા. દરમિયાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાળીઓથી વિદાય આપવામાં આવી હતી. વૃદ્ધા સાથે અનેય 30 દર્દીઓને પણ તાળીઓથી વિદાય આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments