સુરત : મક્કમ મનોબળવાળા 85 વર્ષીય વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપી, ઘરે ફટાકડા ફોડી સ્વાગત

0
15

સુરત. કોરોના વૃદ્ધો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. વૃદ્ધ હોવા સાથે અન્ય રોગ હોય તો કોરોના જીવલેણ નીવડી શકે તેવા અનેક કિસ્સા છે. જોકે, સુરતના સલાબતપુરાના 85 વર્ષીય વૃદ્ધાએ વધુ ઉંમરના માટે કોરોના ઘાતક છે તે માન્યતા ખોટી પાડી છે. વૃદ્ધા ઘરે પહોંચતા મહોલ્લાવાસીઓએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.

હોસ્પિટલનો સ્ટાફ વૃદ્ધાને ઘરે મૂકવા આવ્યો

સલાબતપુરા ધામલા વાડની જીવનની ચાલમાં રહેતા ધન ગૌરીબેન શાંતિલાલ રાણાને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 13 એપ્રિલના રોજ તેમને કોરોના માટેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ઉંમર વધુ હોવાને કારણે તેઓ ક્યારેય સારા થશે તે અંગે ચિંતા તેમના પરિવારજનોને સતાવતી હતી. જોકે મક્કમ મનોબળ વાળા ગૌરીબેન કોરોનાને માત આપી છે. સિવિલ હોસ્પિટલ માટેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા તેમના ઘરે મૂકવામાં આવ્યા હતા.

તબીબો સહિતની ટીમનો આભાર માન્યો

કોરોનાને હરાવીને ઘરે હેમખમ પાછા ફરનારા ધન ગૌરીબેનને મહોલ્લાવાસીઓએ ફટાકડા ફોડીને આવકાર્યા હતા. થાળી, ચમચી, શંખ અને નગારા વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધન ગૌરીબેન તેમની સારવાર કરનાર તમામ ડોકટર, નર્સ મેડિકલ ટીમ અને સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓનું આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here