85 વર્ષીય વૉરિયર દાદી ગુજરાન ચલાવવા માટે રસ્તા પર કરતબ કરતાં જોવા મળ્યાં હતાં, હવે સોનુ સૂદે માર્શલ આર્ટ સ્કૂલ ખોલી આપી

0
0

સોનુ સૂદે પુણેના હડપસરમાં રહેતા શાંતા પવાર ઉર્ફે વૉરિયર દાદી માટે માર્શલ આર્ટ તથા સેલ્ફ ડિફેન્સ એકેડમી ખોલવાનું વચન આપ્યું હતું અને હવે સોનુ સૂદે આ વચન પૂરું કર્યું છે. રવિવારે, 23 ઓગસ્ટના રોજ દાદીએ પોતાની એકેડેમીમાં બાળકો તથા મહિલાઓને ટ્રેનિંગ આપી હતી. જુલાઈમાં 85 વર્ષીય દાદીનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં દાદી રસ્તા પર લાકડી લઈને વિવિધ કરતબ કરતાં જોવા મળ્યાં હતાં. આ વીડિયો જોઈને સોનુ સૂદે તેમના માટે માર્શલ આર્ટ એકેડમી ખોલવાનું એલાન કર્યું હતું.

https://www.instagram.com/p/CEOR7qHn8pF/?utm_source=ig_embed

દાદીએ સોનુ સૂદના નામે એકેડેમી ખોલી

વૉરિયર દાદીએ સોનુ સૂદનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેના જ નામ પર માર્શલ આર્ટ સ્કૂલનું નામ રાખ્યું છે. દાદીએ સૂદનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું, નમસ્કાર સોનુ સૂદ મારા દીકરાને, મારી જે ઈચ્છા હતી કે આ લાકડીથી બાળકોને અલગ અલગ કરતબ શીખવવાના હતા અને તે આજે પૂરી થઈ ગઈ. આ અરમાન મારા સોનુ સૂદ દીકરાએ પૂરા કર્યા છે અને તે સ્કૂલનું નામ હું સોનુ સૂદ રાખવાની છું. હું બહુ જ ખુશ છું.

દાદીએ બાળકોને ટ્રેનિંગ આપવાની પણ શરૂ કરી દીધી છે
(દાદીએ બાળકોને ટ્રેનિંગ આપવાની પણ શરૂ કરી દીધી છે)

 

મને લાગે છે કે તેમને એક પ્લેટફોર્મ મળવું જોઈએઃ સોનુ સૂદ

આ પહેલા એક્ટર સોનુ સૂદે કહ્યું હતું, જ્યારે તમે આવા ટેલેન્ટને જુઓ છો ત્યારે તમે ઈચ્છો છો કે આ બીજા લોકો સુધી પહોંચે. આ ઉંમરમાં તે મહિલા આટલા લોકોને પ્રેરિત કરી શકે છે. મેં વિચાર્યું કે તેમને એક પ્લેટફોર્મ મળવું જોઈએ અને આ ટેલેન્ટને આગળ વધારવા માટે સ્કૂલથી વધુ સારું કયુ માધ્યમ હોઈ શકે.

પૂણેના હડપસરમાં દાદી અહીંયા રહે છે.
(પૂણેના હડપસરમાં દાદી અહીંયા રહે છે.)

 

હું ઈચ્છતો હતો કે દાદીના નામ પર સ્કૂલ હોયઃ સોનુ સૂદ

એકેડેમીના નામ પર સોનુ સૂદે કહ્યું હતું, હું ઈચ્છતો હતો કે સ્કૂલનું નામ દાદીના નામ પર હોય પરંતુ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તે સોનુ સૂદ માર્શલ આર્ટ્સ સ્કૂલ એવું નામ રાખશે. જ્યારે મેં પહેલી જ વાર આ અંગેનો આઈડિયા આપ્યો ત્યારે તે ઘણાં જ ઉત્સાહિત થઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે તે હંમેશાં પોતાની એક ટ્રેનિંગ સ્કૂલ ખોલવા માગતા હતા. આથી જ અમે લોકો તેમનો તમામ ખર્ચ ઉઠાવી રહ્યા છી અને દાદી પોતાના વિદ્યાર્થી પાસેથી સામાન્ય ફી લઈને કમાણી કરી શકે છે અને પોતાના જીવન પસાર કરી શકે છે. તે ઈચ્છતાં હતાં કે હું તેમની સ્કૂલના ઓપનિંગમાં હાજરી આપું. તેઓ મને દીકરો માને છે. મેં વીડિયો કૉલથી તેમનો સંપર્ક કર્યો હતો. મારે મુંબઈમાં ઘણું જ કામ હતું અને સાચું કહું તો તે તેમની સ્કૂલ છે અને હું તેમના જીવનના આ ખાસ પ્રસંગે જઈને તેમની પાસેથી એ અટેન્શન લેવા માગતો નહોતો.

પુણેના હડપસર જઈને ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદીને આર્થિક મદદ કરી હતી
(પુણેના હડપસર જઈને ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદીને આર્થિક મદદ કરી હતી)

 

ગૃહમંત્રીએ સાડી તથા એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી

શાંતા પવારનો વીડિયો વાઈરલ થયા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પુણે આવીને શાંતા દાદીને એક સાડી તથા એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયા બાદ તેમણે પણ આ વીડિયો જોયો હતો અને તેઓ દાદીને મળવા ઈચ્છતા હતા.

રિતેશ દેશમુખે દાદીનો વીડિયો શૅર કરીને મદદ આપવાની વાત કહી હતી

અનેક લોકોએ મદદની જાહેરાત કરી હતી

શાંતાબાઈ પવાર ‘સીતા ગીતા’ તથા ‘શેરની’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. હાલમાં તેઓ પુણેમાં કાચા મકાનમાં રહીને ગુજરાન ચલાવે છે. તેમનો વીડિયો વાઈરલ થયા બાદ પુણેના પોલીસ કમિશનરે તેમના વખાણ કર્યાં હતા. એક્ટર રિતેશ દેશમુખની ટીમે પણ દાદીની મદદ કરી હતી. આ ઉપરાંત અનેક લોકોએ દાદીને આર્થિક મદદ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here