દહેગામ : ડંફર અને મારૂતી વચ્ચે સર્જાયો અકસ્માત, ચાંદખેડા ના 2 સગા ભાઈઓના અકસ્માતમા મોત, 1 ગંભીર

0
61

દહેગામ નરોડા મુખ્ય માર્ગ ઉપર વડોદરા પાટીયાની છેજ આગળ કપચી ભરેલ ડંફર અને મારૂતી સાથે સર્જાયેલા અકસ્માતમા અમદાવાદના બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત એક વ્યક્તિ ગંભીર.

ગાંધીનગર જિલ્લાના દહેગામથી નરોડા જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સાંજે ચાર વાગે વડોદરા પાટીયાથી છેજ આગળ ગલુદણ ગામના સ્મશાન પાસે આવેલા મુખ્ય માર્ગ ઉપર દહેગામ તરફથી પુર ઝડપે આવી રહેલ એક ડંફર ચાલકે અમદાવાદ તરફથી આવી રહેલ એક આઈટેન મારૂતી ગાડી નંબર જીજે-૦૧-આરપી-૦૪૫૨ ના ચાલકને કપચી ભરેલ ડંફર ચાલકે જોરદાર ટક્કર મારતા મારૂતી ગાડીના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા હતા અને અંદર બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા હતા અને  ડંફર ગાડી સીધી જ સામેના રોડ ઉપર ઉતરી જવા પામી હતી અને આ ડંફર ચાલકનો ગાડી નંબર જીજે-૭-વાયઝેડ- ૩૩૪૪ નો ચાલક ગાડી મુકીને ફરાર થઈ જવા પામ્યો હતો અને આ ગાડીમા અમદાવાદથી ત્રણ વ્યક્તિઓ દહેગામ તરફ જઈ રહ્ય હતા ત્યારે તેમા પરાગવ્રજ વલ્લભભાઈ મોદી-ચાંદખેડા અને મેહુલવ્રજ વલ્લભભાઈ મોદી ચાંદખેડા આ બંને સગા ભાઈઓના ગાડીમાજ કમકમાટી ભર્યા મોત થવા પામ્યા હતા.

ગાડી તોડીને આ બંનેની લાશો બહાર કાઢવામા આવી હતી અને ત્રીજો વ્યક્તિ નામે શૈલેષ જે. શાહ ક્રુષ્ણનગર અમદાવાદ મારૂતીમા હતો તેને ગંભીર ઈજાઓ થતા આ ત્રણેયને છાલા સરકારી દવાખાને તાત્કાલિક દાખલ કરવામા આવ્યા છે. આ બનાવની જાણ ડભોડા પોલીસને થતા ડભોડાના પીએસઆઈ બીએમ રાઠોડ અને પોલીસ સ્ટાફ પવન વેગે ઘટના સ્થળે આવીને આ બંને લાશોની ઓળખવિધિ કરી પીએમ માટે મોકલી આપવામા આવી છે અને એક વ્યક્તિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામા આવ્યો છે આ બનાવ આજે બપોરે ચાર વાગે બનતા બનાવ સ્થળે મોટી સંખ્યામા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ ડંફર ચાલકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

  • આ અકસ્માતમા અમદાવાદના બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામા આવ્યો
  • આ મારૂતી ગાડીમા અમદાવાદના ત્રણ વ્યક્તિઓ દહેગામ તરફ જઈ રહ્યા હતા
  • ડંફર ચાલક પુર ઝડપે દહેગામથી નરોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે વડોદરા પાટીયાથી છેજ આગળ ગલુદણ ગામના સ્મશાન પાસે આવેલ રોડ ઉપર આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા
  • આ બનાવની જાણ ડભોડા પોલીસને થતા ડભોડાના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવીને આ બંને લાશોને પીએમ માટે મોકલી આપવામા આવી
  • કપચી ભરેલો ડંફર ચાલક ગાડી મુકીને ફરાર

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here