પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડનાર આરોપીઓ મુક્ત કરાયા

0
20

પાકિસ્તાનનાં સિંધ પ્રાંતનાં છાચરો વિસ્તારમાં હિન્દુ મંદિરનાં તોડફોડનાં મામલે પોલીસે ધરપકડ કરેલા 4 સગીર છોકરાઓને હવે મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ છોકરાઓને મુક્ત એટલા માટે કરવામા આવ્યા છે કે જે વ્યક્તિએ આ સંદર્ભે કેસ નોંધાવ્યો હતો તેણે પોતાનો કેસ પાછો ખેંચી લીધો છે.

પાકિસ્તાની અખબાર ડોન અનુસાર ફરિયાદ કરનારનું નામ પ્રેમ કુમાર છે અને તેમણે સ્થાનિક હિન્દુ નેતાઓની વિનંતી બાદ કેસ પાછો ખેંચી લીધો છે. અખબારે પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા છોકરાઓ 15, 13, 13 અને 12 વર્ષનાં હતા. તેમણે ગુનાની કબૂલાત કરી છે અને કહ્યું છે કે તેઓએ આ મંદિરમાંથી પૈસા ચોરવા માટે કર્યું હતુ.

સિંધ પ્રાંતનાં થારમાં છાચરો શહેર નજીકનાં એક ગામમાં માતા દેવલ ભિટ્ટાની મંદિરમાં રવિવારે (26 જાન્યુઆરી) રાત્રે કેટલાક અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી. તેમણે ભગવાનની મૂર્તિઓનું અપમાન કર્યું. સોમવારે થારનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક અબ્દુલ્લા અહમદયારની સૂચના પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છાચરોનાં રહેવાસી ચાર છોકરાઓને પૂજા સ્થળે તોડફોડ કરવાના આરોપસર સોમવારે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સિંધ પ્રાંતનાં લઘુમતી બાબતોનાં મંત્રી હરિરામ કિશોરી લાલે પોલીસને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવા જણાવ્યું હતુ.

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં થયેલા હુમલાની તસવીરો પ્રખ્યાત પત્રકાર નાયલા ઇનાયતે તેના ટ્વિટર પર શેર કરી હતી. ફોટોગ્રાફ્સ શેર કરતા તેમણે લખ્યું, ‘સિંધમાં હવે બીજા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. થારપરકરનાં છાચરોમાં એક ભીડે માતા રાણી ભાતિયાની મંદિરમાં પવિત્ર મૂર્તિ અને ગ્રંથોને નુકસાન પહોંચાડ્યું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here