Thursday, October 28, 2021
Homeછેતરપિંડીના મામલામાં જામીન માટે 60 લાખ નહીં ભરી શકતા આરોપીને 6 વર્ષ...
Array

છેતરપિંડીના મામલામાં જામીન માટે 60 લાખ નહીં ભરી શકતા આરોપીને 6 વર્ષ જેલમાં રહેવું પડ્યું

છેતરપિંડીના એક મામલામાં એક આરોપીને જામીન મળ્યા પણ જામીન માટેની શરત એટલી આકરી હતી કે તે પૂરી કરવા  માટે સક્ષમ નહોતો.જેના પગલે જામીન મળ્યા પછી પણ આ વ્યક્તિ છ વર્ષથી જેલમાં હતો.હવે સુપ્રીમ કોર્ટે આરોપીને રાહત આપીને જામીન માટે 60 લાખ જમા કરાવની શરતને હટાવી દીધી છે.

ઓરિસ્સા હાઈકોર્ટની જામીન માટેની શરતને હટાવવાની આરોપીની પિટિશનને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે.સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, આ આરોપીએ છ વર્ષથી વધારે સમય જેલમાં એટલા માટે વિતાવ્યો કે તેની પાસે 60 લાખ રુપિયા હતા નહીં.આ વ્યક્તિને 30 જુન, 2014ના રોજ પકડવામાં આવ્યો હતો.પિટિશન કરનાર એસ કે મમુતાઝે કોર્ટને કહ્યુ હતુ કે, હું એક ગરીબ વ્યક્તિ છું અને કંપનીના ડાયરેક્ટર તરીકે મારુ નામ ખોટુ દર્શાવાયુ હતુ.હું તો કંપનીમાં ચોકીદાર હતો.

તેણે સુપ્રીમ કોર્ટમાં ઓરિસ્સા હાઈકોર્ટની જામીન આપવાની શપરતને પડકારી હતી.તેની દલીલો સાંભળ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે આ શરત હટાવીને તેને જામીન પર છોડવા માટેનો હુકમ કર્યો છે.

આ કેસમાં પોલીસનુ કહેવુ છે કે, પિટિશન કરનારે બીજા આરોપીઓ સાથે મળીને બોગસ દસ્તાવેજો બનાવીને ચાર કરોડ રુપિયાની છેતરપિંડી કરી હતી.છેતરપિંડીનો ભોગ બનનાર મહિલા એક એનજીઓ સ્થાપવા માટે 100 એકર જમીન ખીદવા માંગતી હતી.આરોપીઓએ જમીના મામલામાં મહિલા સાથે છેતરપિંડી કરી હતી.પોલીસની દલીલ હતી કે, જો તેને જામીન અપાયા તો તે ભાગી પણ શકે છે.કારણકે આ કેસના અન્ય એક આરોપીને વચગાળાના જામીન મળ્યા પછી તે ફરાર થઈ ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments