Saturday, December 3, 2022
Homeગુજરાતવાંકાનેરમાં યુવાનની હત્યા કરનાર આરોપી થાનગઢ ચોકડી પાસેથી ઝડપાયો

વાંકાનેરમાં યુવાનની હત્યા કરનાર આરોપી થાનગઢ ચોકડી પાસેથી ઝડપાયો

- Advertisement -

વાંકાનેર શહેરમાં પાડોશીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બનાવ મામલે વાંકાનેર પોલીસ ટીમે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરની અમરનાથ સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો હતો. ગત તા. 11 સપ્ટેમ્બરના રોજ અમિત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચાના પાડોશી સાથે કેટલાક ઈસમો ઝઘડો કરતાં હોવાના કારણે અમિત કોટેચા નામનો યુવાન વચ્ચે પડ્યો હતો. જે બાબતનો ખાર રાખી આરોપી ઈનાયત ઉર્ફે ઇનીયો અયુબ, ઇમરાન ફારૂક આરબ અને સરફરાજ મકવાણા એમ ત્રણ ઇસમોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી હતી. જે બનાવમાં આરોપી ઇમરાન અને ઈનાયતને પોલીસે ઝડપી લીધા હતાં.

જે બનાવમાં એક આરોપી સરફરાજ હુશેન મકવાણા રહેવાસી આશિયાના સોસાયટી વાંકાનેર વાળો ફરાર થયો. જેથી, સીપીઆઈ બી. પી. સોનારાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવા કાર્યરત ટીમને આરોપી સરફરાજ હુશેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જવાનો હોવાની બાતમી મળતાં ચોટીલા-થાનગઢ ચોકડી ખાતેથી ઝડપી લીધો હતો અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular