અમદાવાદ : નરોડામાં ATM તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો.

0
0

શહેરના નરોડા વિસ્તારમાં થોડા સમય પહેલાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ત્યારે પોલીસ તપસામાં એવી પણ વિગત ખુલી હતી કે, આરોપીએ બુલેટની ચોરી કરી હતી અને તેના પર જ અડધો ડઝન જગ્યાએ ચેઇન સ્નેચીંગ કર્યું છે. પોલીસે હાલ તો બુલેટ, મોબાઇલ સહિત 1.65 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે.

નરોડામાં થોડા સમય પહેલાં રાત્રે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. ત્યારે ઝોન-4 ડીસીપી રાજેશ ગઢીયાએ પોલીસને પેટ્રોલીંગ કરવા અને આરોપીને ઝડપી લેવા સુચના આપી હતી. આ દરમિયાન ડી સ્ટાફ પીએસઆઇ એ.એમ.પટેલ અને તેમના સ્ટાફના ધૂમકેતુ આત્મારામ, પંકેશભાઇ ધનાભાઇ, મયૂરધ્વજસિંહને બાતમી મળી હતી, એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર વ્યક્તિ સુતરના કારખાના પાસેથી બુલેટ પર પસાર થવાનો છે.

જેથી પોલીસે વોચ ગોઠવી યુવકને અટકાવ્યો હતો. તેની પુચ્છા કરતા પોતાનું નામ નવનીતસિંગ ઉર્ફે લવલી મનજીતસીંગ છાબડા(ઉં.વ.23) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાસી લેતા ચાર મોબાઇલ પણ મળી આવ્યા હતા. તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બુલેટ તેણે ચોરી કરેલું છે. તે નરોડા વિસ્તારમાં ફરતો હતો અને એકલ દોકલ મહિલા ફોન પર વાત કરતી જતી હોય ત્યારે લૂંટી પલાયન થઇ જતો હતો. આ અંગે છ જેટલા ગુના પણ નોંધાયેલા છે.

જે પૈકી પાંચ ગુના નરોડામાં અને એક ગુનો અડાલજ પોલીસ મથકમાં નોંધાયેલો છે. આ ઉપરાંત આરોપી સામે અગાઉ નરોડા, સરદાનગર અને મેઘાણીનગર પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે.

પોલીસે હાલ તો આરોપી પાસેથી ચોરીનું બુલેટ અને પાંચ મોબાઇલ કબજે કરી તપાસ આદરી છે. ત્યારે આરોપીએ વધુ ગુના કર્યાની આશંકા પોલીસ સેવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here