આ અભિનેત્રી ભૂલથી જેન્સ ટોયલેટમાં ઘુસી ગઈ, અંદર જતા વેંત જ શું દેખાયું કે.

0
199

ક્યારેક એવું બનતું હોય છે કે લોકો ધરાર લેડીસ ટોયલેટમાં ઘુસી જતાં હોય છે. પરંતુ અમુક લોકોથી ભૂલ થઈ જતી હોય છે. કોઈને કોઈ વ્યક્તિ સાથે જીવનમાં આવું એક વખત તો કદાચ થયું જ હશે. તેમાંથી જ એક બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા છે કે જે પુરુષનાં ટોયલેટમાં ઘુસી ગઈ હતી.

પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં નુસરતને જવાબ આપતા કહ્યું, હાં મારી સાથે એક ઘટનાં બની છે કે હું ભૂલથી પુરૂષ ટોયલેટમાં ઘુસી ગઈ હતી. પરંતુ સારી બાબત એ છે કે ટોઈલેટ અંદરથી ખાલી હતું અને હું ઝડપથી બહાર આવી ગઈ. નુસરત ભૂલથી મેન્સ ટોઈલેટમાં તો જતી રહી, પરંતુ ટોઈલેટ ખાલી હોવાના કારણે તેને વધારે શરમજનક સ્થિતિનો સોમનો નહોતો કરવો પડ્યો.

નુસરતે આગળ કહ્યું કે, આજકાલ ટોઈલેટના દરવાજા પર ઘણા પ્રકારના આર્ટવર્ક કરાય છે, જેનાથી માલુમ નથી પડતું તે મહિલાઓ માટે છે કે પછી પુરુષો માટે છે. પરંતુ ઘણીવાર લખેલું વાંચવું મુશ્કેલ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં નુસરત ભરુચા પોતાની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લને લઈને ચર્ચામાં છે. તેમાં તે આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. નુસરત ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ લોકપ્રિય થઈ હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં નુસરતના કામની ઘણી પ્રશંસા કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here