ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી : રિપોર્ટ : કોરોનાથી થયેલાં મોતના સરકારી આંકડાથી સાચી સંખ્યા ઘણી વધારે, 11 દેશમાં 25 હજારથી વધુ જીવ હોમાયા

0
9

જિન યુ અને એલિસન મેક્કેન. કોરોનાથી વિશ્વભરમાં મોતના જે આંકડા જણાવવામાં આવી રહ્યા છે તેના કરતાં વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે છે. ન્યૂયોર્ક ટાઇમ્સના તાજેતરના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે ગત મહિને જણાવાયેલી કોરોનાથી મોતની સંખ્યા કરતાં 25 હજાર વધુ મોત થયાં છે. કોરોનાથી સંક્રમિત 11 દેશોના ડેટા મુજબ ગત મહિને આ દેશોમાં ગયા વર્ષની તુલનામાં વધુનાં મોત થયાં. તેમાં કોરોના ઉપરાંત બીજી બીમારીથી થયેલાં મોત પણ સામેલ છે. આંકડામાં પણ ઘટ દેખાડાઇ કારણ કે લોકોએ વિચાર્યું કે વાઇરસથી જેમનાં મોત થયાં છે તેઓ આમ પણ મરવાના હતા, પણ  વાસ્તવિકતા તેનાથી અલગ છે.

ઘણાં દેશોએ મોડેથી સ્વીકાર્યુ, ત્યાં સુધી સંક્રમણ ફેલાઇ ગયું હતું

સત્તાવાર અને અસલી આંકડામાં મોટું અંતર એ દેશોમાં વધુ દેખાય છે, જેમણે સમસ્યાનો સ્વીકાર વિલંબથી કર્યો. જેમ કે ઇસ્તંબુલમાં 9 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે 2100 મોત સામાન્ય કરતાં વધુ થયાં. આ આંકડા સરકારી આંકડાથી ડબલ છે. માર્ચના મધ્યમાં મૃત્યુદરમાં વધારો જણાવે છે કે અહીં સંક્રમણ ફેબ્રુઆરીથી જ શરૂ થઇ ગયું હતું. એટલે જ્યારે તુર્કીની સરકારે પ્રથમ દર્દીની ઓળખ કરી ત્યાં સુધી સંક્રમણ બહુ ફેલાઇ ગયું હતું. એવી જ પરિસ્થિતિ ઇન્ડોનેશિયાની છે. ત્યાંની સરકારે જાકાર્તામાં કોરોનાથી મરનારાની સંખ્યા 84 જણાવી હતી, જ્યારે જાકાર્તાના કબ્રસ્તાનોમાં સામાન્ય કરતાં 1 હજારથી વધુ શબ દફનાવાયાં.

  • પેરિસ સામાન્ય દિવસોની તુલનામાં બેગણાં મોત થઇ રહ્યાં છે. આ ફ્લૂ મહામારીના સમયે થનારાં મોત કરતાં પણ વધુ છે.
  • ન્યૂયોર્ક સામાન્ય દિવસોની તુલનાએ બેગણાં મોત થઇ રહ્યાં છે.
  • યુરોપિયન દેશોમાં 20-30 ટકા વધુ મોત થઇ રહ્યાં છે એટલે મોતની સંખ્યા લાખોમાં પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here