અમદાવાદ : AMCમાં 12મી ડિસેમ્બરના રોજ સામાન્ય સભામાં વહીવટદાર નિમાશે : ડો. રાજીવકુમાર ગુપ્તા કે મુકેશકુમાર ને સુકાન સોંપાશે.

0
5

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ વર્ષની ટર્મ આગામી 13 ડિસેમ્બરના રોજ પુરી થઈ રહી છે અને કોર્પોરેશનની ચૂંટણીઓ કોરોનાને ધ્યાનમાં રાખીને 2 મહિના બાદ એટલે ફેબ્રુઆરીમાં યોજાવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર બે મહિના માટે કોર્પોરેશનમાં વહીવટદારની નિમણુંક કરે તેવી પુરી શકયતા છે. વહીવટદાર તરીકે સરકારના ડેમેજ કંટ્રોલર અને અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા ખાસ અધિકારી તરીકે મુકવામાં આવેલા સરકારની ગુડબુકના અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના નામની ચર્ચા છે. ઉપરાંત ગાંધીનગરના પણ એક અધિકારીનું નામ ચર્ચામાં છે. 12 ડિસેમ્બરના રોજ મળનારી સામાન્ય સભામાં ડો. રાજીવકુમાર ગુપ્તા અથવા મુકેશકુમારમાંથી કોઈ એકને વહીવટદાર તરીકે કોર્પોરેશનમાં મૂકવામાં આવશે.

બે મહિનામાં વહીવટદારની નિમણૂક થાય તેવી શક્યતા

2 ડિસેમ્બર 2015ના રોજ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું જેમાં 48 વોર્ડમાં 192 ઉમેદવાર કોર્પોરેટર બન્યા હતા. વર્ષ 2015માં પહેલી સામાન્ય સભા 14 ડિસેમ્બરના રોજ કરાઇ હતી. આ સામાન્ય સભામાં મેયરની નિમણૂક થઈ હતી. તા. 14 ડિસેમ્બર 2020ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂર્ણ માનવામાં આવી રહી છે. જો આગામી 12 ડિસેમ્બરના રોજ મળનારી સામાન્ય સભામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુદત નહિ વધારી અને બે મહિનામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવે તેવી પુરી શક્યતા સાથે સ્થિતિ સ્પષ્ટ થશે. 12 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન પણ બહાર પડશે.

કોર્પોરેટરો-હોદ્દેદારોની તમામ સત્તાઓ પરત લેવામાં આવશે

2015 ની અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના 142 અને કોંગ્રેસના 49 કોર્પોરેટર જીત્યા હતા. એક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદાર નિમાશે તો તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારોની તમામ સત્તાઓ પરત લેવામાં આવશે. બાદમાં માત્ર વહીવટદારથી જ કોર્પોરેશનમાં નિર્ણય લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here