Saturday, September 18, 2021
Homeઆજથી ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ
Array

આજથી ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ

ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યા બાદ હવે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત આજથી થઈ ચૂકી છે. આજથી વિદ્યાર્થીઓ acpcની વેબસાઇટ પર જઇને પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. 16 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફી ભરવાની રહેશે. ત્યારબાદ પ્રક્રિયા આગળ વધશે. કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ છે. જેથી પ્રક્રિયા લાંબી ચાલશે અને 30 ઓક્ટોબરે પ્રક્રિયા પૂર્ણ થશે.

16 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન થશે

ડિગ્રી એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 26 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓએ http://www.jacpcldce.ac.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. 24 જુલાઈએ ગુજકેટ આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 24થી 30 ઓગસ્ટ સુધી મોક રાઉન્ડ માટે કોલેજ પસંદ કરવાની રહેશે. 2 સપ્ટેમ્બરે મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. 2 સપ્ટેમ્બરે જ ગુજકેટના આધારે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

પ્રથમમાં કોલેજ ફાળવણી ટોકન ફી સહિતની પ્રક્રિયા થશે

વિદ્યાર્થીઓએ પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે 2થી 6 સપ્ટેમ્બર સુધી કોલેજ પસંદ કરવાની રહેશે. 9 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ માટે ફાળવણી કરવામાં આવશે. 9થી 15 સપ્ટેમ્બર સુધીમાં ટોકન ફી ભરવાની રહેશે. 16 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ બાદની ખાલી બેઠકો જાહેર કરવામાં આવશે. 10થી 17 સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રાઉન્ડમાં લીધેલા એડમિશન કેન્સલ કરાવી શકાશે. JEEના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરે મેરિટ આવશે. 22થી 28 સપ્ટેમ્બર સુધી બીજા રાઉન્ડ માટે કોલેજની પસંદગી કરવાની રહેશે.

બીજા રાઉન્ડના મેરિટ લિસ્ટની પ્રક્રિયા

1 ઓક્ટોબરે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 1થી 5 ઓક્ટોબર સુધીમાં બીજા રાઉન્ડમાં મેરિટમાં નામ આવેલા વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. 8 ઓક્ટોબરે બીજા રાઉન્ડ બાદની ખાલી પડેલી બેઠક જાહેર કરવામાં આવશે. 12થી 16 ઓક્ટોબર સુધી સરકારી અને GIAની ખાલી પડેલી બેઠક જાહેર કરવામાં આવશે અને 20 ઓક્ટોબરે બેઠક માટે પરિણામ જાહેર કરવામાં આવશે. 30 ઓક્ટોબરે AICTEના કેલેન્ડર પ્રમાણે એડમિશનનો અંતિમ દિવસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments