અમદાવાદ કોંગ્રેસ ઘરેઘરે જઈને સભ્ય નોંધણી કરશે

0
56

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અમદાવાદ શહેર સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં ડીઝીટલ મેમ્બરશીપ માટે અગત્યની મીટીંગ મળેલી હતી. જેમાં એ.આઈ.સી.સી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સહપ્રભારી બિસ્વરંજન મોહંતીજી, અમદાવાદ શહેરનાં પ્રભારી નિરંજનભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગ દર્શન પુરું પડેલું હતું.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ મેમ્બરશીપનાં માધ્યમથી શહેરના દરેક વોર્ડનાં ઘરે ઘરે જઈ કોંગ્રેસના સભ્યો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરી પ્રજા સાથે સીધા સંપર્કમાં રહીને પ્રજાને જોડવાનું અભિયાન શરુ કરેલું છે.


આજની આ મીટીંગમાં ગુજરાત પ્રદેશના અગ્રણી ડૉ. જીતુભાઈ પટેલ, કુલદીપ શર્મા, જેનીબેન ઠુમ્મર, અ.મ્યુ.કો. પક્ષના નેતા દિનેશભાઈ શર્મા, પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, બદરુદ્દીન શેખ, યુવક કોંગ્રેસ પ્રમુખ ભુમન ભટ્ટ, મહિલા પ્રમુખ હેતાબેન પરીખ, એન.એસ.યુ.આઈ. પ્રમુખ આશીફ પાવર, લીગલ સેલ ચેરમેન કલ્પેશભાઈ પટેલ, શહેરના વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરઓ, શહેરનાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here