LAC પર ભારત સજ્જ : ચીન સીમા પર એરફોર્સે રાત્રે મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક-અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કર્યું, 3 દિવસ પહેલાં પણ તાકાત દેખાડી

0
7

લેહ. ભારતીય વાયુસેના લદ્દાખમાં ચીન સીમા પર સતત તાકાત દેખાડી રહ્યું છે. હવે રાત્રે પણ અહીં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સોમવારે રાતે ફોરવર્ડ એરબેઝ પર મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક, અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં 3 દિવસ પહેલાં પણ સુખોઈ-30, MKI અને મિગ-29 ફાઈટર પ્લેનથી ઉડાન ભરી હતી.

ગ્રૂપ કેપ્ટને કહ્યું- રાતનું ઓપરેશન થોડું અલગ ગોય છે

આ દરમિયાન સીનિયર ફાઈટર પાઈલટ અને ગ્રૂપ કેપ્ટન એ રાઠીએ કહ્યું કે, રાતનું ઓપરેશન થોડું આશ્ચર્ય પમાડે તેવું હોય છે. ભારતીય વાયુસેના આધુનિક સાધનો અને હિંમતવાળા જવાનો સાથે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

ફોરવર્ડ એરબેઝથી લડાકુ વિમાન સિવાય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ સતત ઉડાન ભરી રહ્યા છે. તેમાં રશિયાના ઈલ્યૂશિન-76 અને ઈન્ટોનોવ-32 સાથે અમેરિકન C-17, C-130 સામેલ છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી જવાનોને અલગ અલગ જગ્યાઓએ પહોંચાડવામાં આવી રહ્યા છે. તે સિવાય હથિયાર LAC પાસે પહોંચાડવામાં આવી રહ્યા છે.

15 જૂને ઝપાઝપીમાં 20 જવાન શહીદ થયા હતા

15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના 40થી વધારે સૈનિકોના મોત થયા હતા. જોકે ચીને અત્યાર સુધી મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યા જણાવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here