મુંબઈ હુમલા બાદ એર સ્ટ્રાઈક માટે વાયુસેના તૈયાર હતી, UPA સરકારે મંજૂરી ના આપી: બી. એસ. ધનોઆ

0
16

નવી દિલ્હી, તા. 28. ડિસેમ્બર, 2019 શનિવાર

મુંબઈ પર 2011માં થયેલા હુમલા બાદ બાલાકોટ જેવી એર સ્ટ્રાઈક માટે વાયુસેના તૈયાર હતી પણ તે સમયની યુપીએ સરકારે આ માટે મંજૂરી નહી આપી હોવાનો સ્ફોટક ખુલાસો વાયુસેનાના પૂર્વ ચીફ એર માર્શલ બી એસ ધનોઆએ કર્યો છે.

વિદ્યાર્થીઓના એક કાર્યક્રમને સંબોધન કરતા ધનોઆએ કહ્યુ હતું કે, અમે તે વખતે પણ જાણતા હતા કે, પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ ક્યાં ચાલે છે પણ તેના પર એર સ્ટ્રાઈક માટે લીલી ઝંડી આપવી કે નહી તે રાજકીય નિર્ણય હતો.આ જ રીતે 2001માં પણ સંસદ હુમલા બાદ વાયુસેનાએ એર સ્ટ્રાઈકનો પ્રસ્તાવ મુક્યો હતો પણ તેને પણ સ્વીકારવામાં આવ્યો નહોતો.

તેમણે કહ્યુહ તુ કે, પાકિસ્તાન જાણી જોઈને કાશ્મીરના મુદ્દાને ગરમ રાખે છે.પાકિસ્તાન દુષ્પ્રચારની લડાઈ લડી રહ્યુ છે અને ભારત પર તેના હુમલા ચાલુ રહેશે.ભારતીય વાયુસેના નાના અને ઝડપી યુધ્ધ માટે ક્ષમતા છે.

ધનોઆએ કહ્યુ હતુ કે, ભારત માટે મોટો પડકાર એ છે કે, તેના બે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પરમાણુ શક્તિઓ છે.ભારતે જમીન, સમુદ્ર અને હવામાંથી માર કરવાની પરમાણુ ક્ષમતા કેળવી છે.

ચીન માટે મહત્વનુ નિવેદન આપતા તેમણે કહ્યુ હતુ કે, ચીન એક અત્યાધુનિક વાયુસેનાને વિકસીત કરી રહ્યુ છે.જેમાં સંખ્યા કરતા ગુણવત્તાને વધારે મહત્વ આપવામાં આવી રહ્યુ છે.ચીનના એરક્રાફ્ટ કેરિયર અત્યંત શક્તિશાળી છે.ભારતે વહેલી તકે પોતાની વાયુસેનાના આધુનિકરણ પર ધ્યાન આપવાની જરુર છે.

તેમણે બાલાકોટ એરસ્ટ્રાઈક અંગે કહ્યુ હતુ કે, તેનાથી પાકિસ્તાનને મોટો ઝાટકો લાગ્યો હતો.કારણકે આ એર સ્ટ્રાઈકના પગલે પાકિસ્તાનની વાયુસેના ઉંઘતી ઝડપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here