Saturday, August 20, 2022
Homeઅમેરિકામાં 41 રાજ્યમાં દર્દી ઝડપથી વધી રહ્યા હોવાથી એલર્ટ વધારાયું, રશિયાએ કોરોના...
Array

અમેરિકામાં 41 રાજ્યમાં દર્દી ઝડપથી વધી રહ્યા હોવાથી એલર્ટ વધારાયું, રશિયાએ કોરોના ટેસ્ટ વધારી સ્થિતિ કાબૂમાં કરી

- Advertisement -

વોશિંગ્ટન. 7 મહિના પછી પણ કોરોનાનો કેર થંભ્યો નથી. વિશ્વમાં 1.37 કરોડથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે 5.87 લાખથી વધુ મોત થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2.34 લાખ નવા દર્દી મળ્યા છે. સૌથી વધુ 71,750 દર્દી અમેરિકામાં મળ્યા. ત્યાં અઠવાડિયાથી રોજ 60 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. નિયંત્રણ માટે દેશોએ લૉકડાઉન કર્યું, જરૂરી સુવિધાઓ માટે અનલૉક કર્યું તો ફરી લૉકડાઉન કરવું પડ્યું. હાલ અમેરિકા, ભારત, બ્રાઝીલ અને રશિયા હોટસ્પોટ છે. ભારત સિવાયના કોરોનાગ્રસ્ત વિશ્વના ટોપ 10 દેશમાં હાલ શું સ્થિતિ છે, શું પડકારો છે અને તેઓ કેવી રીતે સામનો કરી રહ્યા છે તે જાણો.

અમેરિકા: કેસ વધવા લાગ્યા તો 12 રાજ્યએ ઢીલના આદેશ પાછા ખેંચી લીધા

 • 28 માર્ચથી લૉકડાઉન, 10 એપ્રિલથી 50માંથી 40 રાજ્યમાં અનલૉક. ટ્રાન્સપોર્ટ, જાહેર સ્થળો ખુલતાં કેસ વધ્યા. છેલ્લા 24 કલાકમાં 71,750 દર્દી વધ્યા બાદ 12 રાજ્યએ ઢીલ પાછી ખેંચી છે.
 • 41 રાજ્યમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમને એલર્ટ પર રખાયા છે. નવા સત્રમાં સ્કૂલોમાં ઓનલાઇન ભણાવાશે.
 • દર્દી: 3617474
 • મોત: 140160
 • સાજા થયા: 1646675
 • રિકવરી રેટ: 45.5%

બ્રાઝીલ: સંક્રમણ વધવા છતાં ઇકોનોમી ખોલવાની જીદ ભારે પડી

 • 27 માર્ચે આખા દેશમાં લૉકડાઉન કરાયું. 9 મેએ રાજ્યોએ ઇકોનોમીના 20 સેક્ટર ખોલી દીધા, જેથી નવા કેસ 20 દિવસમાં બમણા થયા. હવે ઘણા શહેરોમાં ફરી લૉકડાઉનની તૈયારી. 10 જુલાઇ બાદ મુખ્ય શહેર બોલસોનરોમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઇ. હાલ 10 લાખ લોકો દીઠ 2,133 કેસ આવી રહ્યા છે.
 • દર્દી: 1970909
 • મોત: 75523
 • સાજા થયા: 1366775
 • રિકવરી રેટ: 69.3%

રશિયા: સલૂન, રેસ્ટોરન્ટ, પાર્ક ખૂલ્યા, ઓગસ્ટથી કોન્સર્ટ પણ થઇ શકશે

 • 30 માર્ચે દેશવ્યાપી લૉકડાઉનનું એલાન. આ આદેશ બે તબક્કે 11 મે સુધી લંબાવાયો. 11 મેએ અનલૉક કરાયું. 9 જૂનથી મોસ્કોમાં સલૂન, રેસ્ટોરન્ટ, હોટલ, પાર્ક ખોલી દેવાયા. 9 જુલાઇએ તંત્રએ છૂટનો વ્યાપ વધારતાં 1 ઓગસ્ટથી સિનેમા, કોન્સર્ટ વગેરેને મંજૂરી આપી છે.
 • દર્દી: 752797
 • મોત: 11937
 • સાજા થયા: 531692
 • રિકવરી રેટ: 70.6%

પેરુ: ચાર તબક્કામાં લૉકડાઉન ખોલ્યું, ટેસ્ટિંગ વધાર્યું તેથી કેસ વધી રહ્યા છે

 • 16 માર્ચે લૉકડાઉન કર્યું, જે જૂનના અંત સુધી ચાલ્યું. આ દરમિયાન વેપાર-ધંધા બંધ રહ્યા. કર્ફ્યૂ લદાયો છતાં સંક્રમણ ન અટક્યું. 29 એપ્રિલે 4 તબક્કામાં અનલૉકની જાહેરાત થઇ. સપ્ટેમ્બર સુધીમાં 90 ટકા ઇકોનોમી ખુલી જશે. મે સુધીમાં 10 લાખ ટેસ્ટ કરાયા. હવે દર્દી ઓછા આવे છે પણ મોત વધી રહ્યા છે.
 • દર્દી: 337724
 • મોત: 12417
 • સાજા થયા: 226400
 • રિકવરી રેટ: 67%

ચિલી: જ્યાં સંક્રમણ ઓછું હતું તે વિસ્તારોને છોડી દેવાયા એટલે વકર્યો

 • અહીં 3 માર્ચે પહેલો કેસ અને 21 માર્ચે પહેલું મોત થયું. 15 એપ્રિલે સરકારે 90 દિવસ માટે નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું પણ ઓછા સંક્રમિત વિસ્તારોમાં કડકાઇ ન રખાઇ, જેથી સંક્રમણ ફેલાયું. હાલ સ્થિતિ કાબૂમાં છે. મોટા ભાગના જાહેર સ્થળો ખુલી ગયા છે. છેલ્લા 24 કલાકમાં નવો દર્દી નથી મળ્યો.
 • દર્દી: 321205
 • મોત: 7186
 • સાજા થયા: 292085
 • રિકવરી રેટ: 90.9%

મેક્સિકો: લૉકડાઉનમાં વિલંબ, અનલૉકમાં ઉતાવળથી કેસ ત્રણ ગણા વધ્યા

 • 23 માર્ચે લૉકડાઉન, 18 મેથી તબક્કાવાર અનલૉક. 15 જૂનથી જાહેર પરિવહન, વેપાર-ધંધા શરૂ થયા. અઠવાડિયાથી રોજ સરેરાશ 7 હજાર કેસ. ફરી લૉકડાઉનની તૈયારી.
 • અનલૉક બાદ કેસ 3 ગણા વધ્યા. પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જૂલિયો ફ્રેન્કો કહે છે કે લૉકડાઉનમાં વિલંબ અને અનલૉકમાં ઉતાવળથી સ્થિતિ વણસી.
 • દર્દી: 317635
 • મોત: 36906
 • સાજા થયા: 199129
 • રિકવરી રેટ: 62.7%

દ.આફ્રિકા: દારૂ પરનો પ્રતિબંધ હટતાં જ રોજના સરેરાશ 12 હજાર કેસ આવે છે

 • 27 માર્ચે લૉકડાઉન કરાયું. 1 મેથી અનલૉક. 1 જૂનથી દારૂ પર પ્રતિબંધ હટતાં જ કોરોનાના કેસ વધવા લાગ્યા. અઠવાડિયાથી રોજ સરેરાશ 12 હજાર કેસ આવી રહ્યા છે. ઇમરજન્સી 15 ઓગસ્ટ સુધી લંબાવાઇ. રોજ રાત્રિ કર્ફ્યૂ રહેશે.
 • દારૂના વેચાણ, સામાજિક કાર્યક્રમો પર ફરી પ્રતિબંધ લાદી દેવાયો છે.
 • દર્દી: 311049
 • મોત: 4453
 • સાજા થયા: 160693
 • રિકવરી રેટ: 51.7%

સ્પેન: સંક્રમણ વધતું જણાતાં ફરી 15 દિવસનું લૉકડાઉન, પર્યટકો પર સખ્તાઇ

 • 14 માર્ચે ઇમરજન્સી લાગુ કરાઇ હતી. 21 જૂને હટાવાઇ. પર્યટકો આવવાનું પણ શરૂ થઇ ગયું હતું. દેશમાં રોજ 700 કેસ મળી રહ્યા છે. કેટેલોનિયાના પાયરેનીજ પર્વત ક્ષેત્રમાં 800 કેસ મળ્યા. કોર્ટના આદેશને પગલે ફરી 15 દિવસ માટે લૉકડાઉન કરાયું.
 • લૉકડાઉનનો ભંગ કરનારા પર નજર રાખવા 40 હજાર પોલીસકર્મી તહેનાત.
 • દર્દી: 304574
 • મોત: 28413
 • સાજા થયા: આંકડો ઉપલબ્ધ નથી
 • રિકવરી રેટ: 64.7%

બ્રિટનમાં રોજના સરેરાશ 500, ઇરાનમાં 2 હજારથી વધુ દર્દી મળી રહ્યા છે
બ્રિટન: 
23 માર્ચથી લૉકડાઉન કરાયું. 31 મેથી તબક્કાવાર અનલૉક.2.91 લાખ લોકો સંક્રમિત, અત્યાર સુધીમાં 45 હજાર મોત થઇ ચૂક્યા છે. 4 જુલાઇથી સિનેમા, પબ અને રેસ્ટોરન્ટ ખોલી દેવાયા. ત્યાર બાદ રોજ સરેરાશ 500 દર્દી મળે છે. લેસ્ટરમાં ફરી લૉકડાઉન કરાયું.

ઇરાન: 14 માર્ચે લૉકડાઉન કરાયું અને 11 એપ્રિલે હટાવી લેવાયું. 2.67 લાખ દર્દી છે, 13 હજારથી વધુ મોત થઇ ચૂક્યા છે. અઠવાડિયાથી રોજ 2 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. માત્ર 29 દિવસ લૉકડાઉન રહ્યું. અનલૉક કરવામાં ઉતાવળની ટીકા થઇ રહી છે.

અન્ય દેશ

 • ચીનમાં 20 જુલાઇથી સિનેમા હૉલ ખોલવા તૈયારી.
 • કેનેડા-મેક્સિકોએ અમેરિકા સાથેની બોર્ડર ફરી સીલ કરી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular