Wednesday, August 4, 2021
No menu items!
Homeસુરત : નવરાત્રિમાં ભક્તોથી ઉભરાતું અંબિકાનિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
Array

સુરત : નવરાત્રિમાં ભક્તોથી ઉભરાતું અંબિકાનિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

કોરોના સંક્રમણના પગલે પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. 10 દિવસ સુધી મંદિરમાં દર્શનાર્થીઓને દર્શનનો લાભ નહીં મળે. ટ્રસ્ટીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, લોકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોય છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય અને સંક્રમણ વધે તેવું લાગી રહ્યું છે. જેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, નિત્યપૂજા અને ઓનલાઈન દર્શન ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. સુરતમાં ભક્તોથી ઉભરાતા મંદિરો બંધ રહ્યાં હોય તેવો ઇતિહાસ છેલ્લી કેટલીક સદીઓમાં પ્રથમવાર આ વર્ષે થયો છે.

ભક્તો વિના કાર્યક્રમનું આયોજન
સુરત શહેરમાં કોરોનાની અસરને કારણે મંદિરોમાંથી સંક્રમણ ન ફેલાય તે માટે ભાવિક ભક્તો વિના જ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે. પૂજારીઓ દ્વારા નિત્ય પૂજા અને અર્ચના શરૂ રહેશે. જેના ઓનલાઈન દર્શન ભાવિકોને કરાવવામાં આવશે. તેની સાથે આઠમના હવન પણ કરાશે, પરંતુ પૂજારી અને બ્રાહ્મણો સિવાય કોઈને નહીં બોલાવાય. એ જ રીતે અંબિકાનિકેતનમાં પણ ચંદ્રિકામાતાના સાંનિધ્યમાં ભક્તો વિના કાર્યક્રમો યોજાશે.

ઘટ સ્થાપન સહિતની વિધિઓ થશે
ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચૈત્રિ નવરાત્રિ વખતે પણ ભાવિકો મંદિર બંધ કરવામાં આવ્યું હતું. એ જ રીતે આસો નવરાત્રિમાં ઘટ સ્થાપન સહિતની તમામ વિધિઓ કરવામાં આવશે. પરંતુ તેમાં સામાન્ય દિવસોમાં ભાવિકો લાભ લેતા હતાં. જે આ વખતે કોરોનાના કારણે લઈ શકશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments