Friday, April 19, 2024
Homeઅમેરિકન એમ્બેસીએ પાકિસ્તાનની માફી માગી, ઇમરાનને નિશાન બનાવતાં પાક. નેતાએ કર્યું હતું...
Array

અમેરિકન એમ્બેસીએ પાકિસ્તાનની માફી માગી, ઇમરાનને નિશાન બનાવતાં પાક. નેતાએ કર્યું હતું ટ્વીટ, એમ્બેસીના રીટ્વીટને કારણે થયો હતો વિવાદ

- Advertisement -

ઇસ્લામાબાદસ્થિત અમેરિકન એમ્બેસીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ કરવામાં આવેલી એક પોસ્ટને રીટ્વીટ કરવા મામલે માફી માગી છે. પાકિસ્તાનમાં અમેરિકન એમ્બેસીએ વિપક્ષી પાર્ટી પીએમએલ-એનના નેતા એહસાન ઇકબાલના એક ટ્વીટને રીટ્વીટ કર્યું હતું, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.

અમેરિકન એમ્બેસીએ ટ્વીટ કર્યું, અમેરિકન એમ્બેસીનું ટ્વિટર અકાઉન્ટ ગઈરાત્રે હેક થઈ ગયું હતું. અમેરિકન એમ્બેસી રાજકીય સંદેશા પોસ્ટ કરવા અથવા રીટ્વીટ કરવાને સમર્થન આપતી નથી. અમે આ બિનસત્તાવાર પોસ્ટથી ઉદ્ભવતા કોઈપણ વિવાદ બદલ અમે માફી માગીએ છીએ.

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વોશિંગ્ટન પોસ્ટમાં છાપવામાં આવેલા એક લેખનો સ્ક્રીનશોટ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વાઇરલ થયો હતો. આ લેખનું શીર્ષક હતું, ટ્રમ્પની હાર સમગ્ર દુનિયાના તાનાશાહો માટે એક ઝટકો છે. પીએમએલ-એનના નેતા ઇકબાલે આ લેખ શેર કરતાં લખ્યું, અમારે ત્યાં પાકિસ્તાનમાં પણ એક તાનાશાહ છે, જલદી જ તેમને બહારનો રસ્તો બતાવવામાં આવશે. અમેરિકન એમ્બેસીએ ઈકબાલના ટ્વીટને શેર કર્યું , આ સાથે જ પાકિસ્તાન સરકારના મંત્રી સહિત ઘણા અધિકારીઓ ગુસ્સે થઈ ગયા. પાકિસ્તાની અધિકારીઓએ અમેરિકન દૂતાવાસને રાજદ્વારી પ્રોટોકોલનું પાલન કરવાનું કહ્યું અને માફી માગવાની માગ કરી હતી.

બુધવારે પાકિસ્તાનમાં # #ApologiseUSembassy પણ હેશટેગ ટ્રેન્ડ કરી રહી છે. એમ્બેસીએ માફી માગતાં પહેલાં માનવાધિકાર મામલાના પ્રધાન શિરીન માઝરીએ કહ્યું હતું કે અમેરિકન એમ્બેસી હજી પણ એક ભાગેડું (નવાઝ શરીફ)નું સમર્થન કરીને ટ્રમ્પના મોડમાં જ કામ કરી રહી છે અને અમારા આંતરિક મામલામાં દખલગીરી કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકન દૂતાવાસે રાજદ્વારી નિયમોનું પાલન કરવું જોઈએ.

અમેરિકન એમ્બેસીના માફીનામા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે દેખીતી રીતે અકાઉન્ટ હેક કરવામાં આવ્યું નથી, પરંતુ જેની પાસે એક્સેસ હતો તેમણે જ તેનો બિનસત્તાવાર રીતે ઉપયોગ કર્યો. એ વાત સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે કે યુએસ એમ્બેસીમાં કાર્યરત વ્યક્તિ કોઈ ખાસ રાજકીય પક્ષના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેનાં ગંભીર પરિણામો આવશે જેમાં સ્ટાફના વિઝાની સમીક્ષા પણ કરવામાં આવે છે.

સિંધના ગવર્નર ઇમરાન ઇસ્માઇલીએ પણ વિદેશ મંત્રાલયને દૂતાવાસ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું, આ એક હાસ્યાસ્પદ કૃત્ય છે, અમેરિકન એમ્બેસી અમારા વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીવાળું કોઈ ટ્વીટ કેવી રીતે રીટ્વીટ કરી શકે છે? તે પ્રોટોકોલની વિરુદ્ધ પણ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર શહબાઝ ગિલે કહ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ એમ્બેસી પોતાના જ ચૂંટાયેલા રાષ્ટ્રપતિનું અપમાન કરે છે. તેમણે ટ્વીટ કર્યું, અત્યંત શરમજનક! અમેરિકન એમ્બેસી તેના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીને ટ્વીટ કરી રહ્યું છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. લોકોએ ચોક્કસપણે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

આ વિવાદ વધ્યા પછી અમેરિકન એમ્બેસીએ માફી માગી લીધી છે, પરંતુ પાકિસ્તાન સરકારનો ગુસ્સો હજી પણ ઓછો થતો નથી. ઘણા પ્રધાનો અને અધિકારીઓ પાકિસ્તાનમાં અમેરિકન એમ્બેસી સામે કાર્યવાહી કરવાની માગ પણ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular