રાજકોટ : ગોકુલધામ સોસાયટીમાં છેલ્લા ર૭ વર્ષથી પ્રાચીન રાસોત્સવનું યોજાય છે આયોજન .

0
56
????????????????????????????????????????????

શહેરના ગોકુલધામ સોસાયટીમાં છેલ્લા ર૭ વર્ષથી પ્રાચીન રાસોત્સવનું આયોજન માં આધ્ય શક્તિ નવદુર્ગાના ગુણગાન ગાવા માટે થઈને દરરોજ નવું નવા રાસ રજુ કરવામાં આવે છે સંપૂર્ણ પારિવારીક આયોજક કમીટી દ્વારા  સુંદર વ્યવસ્થા કરાઇ છે.

રાજકોટ શહેરના આંગણે ગોકુલધામ સોસાયટીમાં છેલ્લા ર૭ વર્ષથી પ્રાચીન રાસોત્સવનું આયોજન યોજવામાં આવેલી નવરાત્રિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક આધ્યા શક્તિ જગત જનની જગદંબા મા ને રીઝવવા માટે ખેલૈયાઓ દ્વારા ઢોલ નગારા ના સંગાથે મન મૂકીને નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વીરપુર જાવું કે સતાધાર જવું, આસોની અંજવાણી, માડી તારા મંદિરયામાં, હે કાના હું તને ચાહું. જલા નજર નાખતા જન્મે. સાયબો રે ગોવાળિયો, હું કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તરીમાં કેશે, સોના નો ગરબો શિરે, તરણેતર નો મેળે ગઈ તી, રમતો ભમતો સહીત ના ગીતો  રજવાડી રાસ ઉત્સવ માં ગુંજી ઉઠ્યા હતા.

માં આધ્ય શક્તિ નવદુર્ગાના ગુણગાન ગાવા માટે થઈને દરરોજ નવું નવા રાસ રજુ કરવામાં આવે છે અને શ્રદ્ધાથી માતાજીને રીઝવ ટીટોડો રાસ, દાંડિયા રાસ, ભુવા રાસ, ખંજરી રાસ, બેડા રાસ, જેવા અવ નવા રાસો તૈયાર કરવામાં આવેલ હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમના સથવારે માતાજીને રિઝવવા માટે થઈને સંગીતના સથવારા અને શું મધુર કંઠ થી માતાજીના ગુણગાન ગાવા માટે થઈને ગાયક કલાકાર વિજય ભાઈ ગઢવી  દ્વારા માતાજીના અવુ નવા ગરબા રજુ કરીને બાળાઓને રાસ રમાડવામાં આવે છે.

ગોકુલધામ આયોજક કમીટીમાં પ્રવીણભાઇ કાલરીયા, પ્રમુખ, કિરણભાઇ મકવાણા, મંત્રી કિરીટભાઇ પટેલ, જયસુખભાઇ અઘેરા, શૈલેષભાઇ નરોડીયા, કિશોરસિંહ જેઠવા, જીતુભાઇ સેલારા, રમણીકભાઇ પાંચાણી, લીલાધરભાઇ ગોજારીયા, કેયુરભાઇ, અક્ષયભાઇ, પ્રતિકભાઇ, મહેશભાઇ કણસાગરા, ભુપત નશીત, પ્રફુલભાઇ નટુભાઇ ડોડીયા, જગદીશભાઇ તેરૈયા જહેમત ઉઠાવી રહ્યા  છે.

 

કેમેરામેન ઘીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, CN24NEWS, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here