હળવદ : વિવિધ સમસ્યાઓને લઈને વેપારી મહામંડળ દ્વારા પાલિકા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

0
21
શહેરની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરો : હળવદ વેપારી મહામંડળ
હળવદ: હળવદ શહેરમાં વિવિધ સમસ્યાઓને લઈને લઈ વેપારીઓમાં મારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે હળવદ વેપારી મહામંડળ દ્વારા પાલિકા કચેરીએ જઈ આવેદનપત્ર આપી શહેરમાં વકરેલી વિવિધ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી.
હળવદ શહેરમાં ખાસ કરીને ટ્રાફિક,ખરાબ થઈ ગયેલા રસ્તાઓ,ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે તેના તૂટી ગયેલા ઢાંકણા ને કારણે અવારનવાર અકસ્માતો બને છે તેને અટકાવવામાં આવે અને નવા ઢાકણા નાખવમાઆવે તેમજ શહેરમાં જાહેરમાં જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તેને સ્વચ્છ રાખવામાં આવે રાત્રિના સમયે જાહેર રસ્તાઓ ઉપર ઊભા રહેતા લારીવાળાઓ જાહેરમાં ગંદકી ફેલાવતા હોય જેને અટકાવવામાં આવે તેમ સહિતની વિવિધ શહેરીજનોને લગતી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે હળવદ વેપારી મહામંડળ દ્વારા  પાલિકા કચેરી ખાતે જઈ ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપી ઉપરોક્ત સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી હતી.
આ તકે હળવદ વેપારી મહા મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર, ભરતભાઈ રબારી, પ્રકાશભાઈ પટવા, સનીભાઈ ઠક્કર,નરભેરામભાઈ અઘારા, મેહુલ ભરવાડ,વિજયભાઈ ઠાકર સહિતનાઓ હાજર રહ્યા હતા.
વેપારીઓ દ્વારા જણાવેલ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરીશું:ચીફઓફિસર
આજરોજ હળવદ વેપારી મહામંડળ દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને મને રજૂઆત કરવા માટે આવ્યા હતા જે સમસ્યાને વહેલી તકે દુર કરવામાં આવશે તેમ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયા એ જણાવ્યું હતું
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here