Saturday, September 25, 2021
Homeભારત અને ચીનના લશ્કરે એલએસી પર તનાવ ઘટાડવા માટે સંમતિ દાખવી
Array

ભારત અને ચીનના લશ્કરે એલએસી પર તનાવ ઘટાડવા માટે સંમતિ દાખવી

ભારત અને ચીનના લશ્કરે એલએસી પર તનાવ ઘટાડવા માટે સંમતિ દાખવી છે. બંને દેશો વચ્ચે ૧૨મા તબક્કાની સૈન્ય સ્તરની મંત્રણાને રચનાત્મક ગણાવવામાં આવી છે. ભારત અને ચીનના લશ્કર બંનેએ પૂર્વી લડાખમાં પડતર મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા સંમતિ દાખવી છે. સોમવારે જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

લગભગ સાડા ત્રણ મહિનાના લાંબા સમયગાળા પછી ભારત અને ચીન વચ્ચે આ ઉચ્ચસ્તરીય લશ્કરી મંત્રણા યોજાઈ. તેમા પૂર્વી લડાખમાં સંઘર્ષવાળા બાકીના સ્થળો પરથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયામાં આગળ વધવાની દિશા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ મંત્રણા શનિવારે થઈ હતી. બંને પક્ષ તે વાતે પણ સંમત થયા કે પશ્ચિમી ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તેઓ પોતાના પ્રભાવક પ્રયાસો જારી રાખશે. તેની સાથે સંયુક્ત રીતે શાંતિ જારી રાખશે.

ભારત-ચીન સરહદી મંત્રણા બે દિવસ પછી ભારતીય લશ્કર તરફથી સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું. તેમા કહેવામાં આવ્યું કે બંને પક્ષો વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) ની પાસે ભારત-ચીન સરહદી ક્ષેત્રમાં પશ્ચિમી સેક્ટરમાં સૈનિકોના પરત ફરવાના સંબંધમાં સ્પષ્ટ અને ગહન વિચાર કરવામાં આવશે.

નિવેદન મુજબ બંને પક્ષોએ પારસ્પરિક સમજને વધારે ઊંડી બનાવી અને આ બેઠકને રચનાત્મક ગણાવી જેણે પારસ્પરિક સમજને વધારે વિકસાવી. તેઓ બાકી બચેલા મુદ્દાઓને વર્તમાન સમજૂતીઓ અને પ્રોટોકોલ મુજબ ઝડપથી ઉકેલવા માટે સંમત થયા હતા. તેની સાથે મંત્રણાની ગતિ જાળવી રાખવા અંગે પણ સંમતિ વ્યક્ત કરી. બંને પક્ષ એલએસી પર સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રભાવશાળી પ્રયાસો જારી રાખવા પણ સંમત થયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments