આ દિવસોમાં, મોંઘી અને લક્ઝરી કારમાં ડ્રાઇવર અને ફ્રંટ પેસેન્જર માટે આર્મરેસ્ટ આપવામાં આવે છે. લોન્ગ ડ્રાઈવ દરમિયાન હાથને આરામ માટે આર્મરેસ્ટની જરૂર હોય છે. જો કે, ઘણી જૂની કારમાં અથવા નવી કારના બેઝ વેરિઅન્ટમાં આર્મરેસ્ટ નથી મળતા. આવી સ્થિતિમાં તમે તેને અલગથી પણ કારમાં ફિક્સ કરી શકો છો. તેની કિંમત ઘણી ઓછી હોય છે. તેનાથી હાથને આરામ મળે છે, તેમાં આપવામાં આવેલું બોક્સ ઓર્ગેનાઈઝરનું પણ કામ કરે છે.
શું હોય છે આર્મરેસ્ટ?
ડ્રાઈવર અને ફ્રંટ સીટની વચ્ચે હેન્ડબ્રેકવાળી જગ્યા પર એક બોક્સ ફિક્સ કરવામાં આવે છે. આ બોક્સ આર્મરેસ્ટનું કામ કરે છે. તેના પર ડ્રાઈવર તેના લેફ્ટ અને પેસેન્જર તેમના રાઈટ હેન્ડને મૂકી શકે છે. લોન્ગ ડ્રાઈવિંગ દરમિયાન હંમેશાં એક હાથ હવામાં રહે છે, જેનાથી પેસેન્જરને અનકમ્ફર્ટેબલ લાગે છે. આ આર્મરેસ્ટમાં એક બોક્સ પણ હોય છે, જેમાં જરૂરી વસ્તુઓ રાખી શકાય છે. અત્યારે કાર કંપનીઓ ટોપ વેરિઅન્ટમાં તેનો ઉપયોગ કરે છે.
આર્મરેસ્ટની વિશેષતાઓ
- આર્મરેસ્ટથી ડ્રાઈવર અને પેસેન્જર ઘણા કમ્ફર્ટેબલ થઈ જાય છે
- તેનાથી કાર કંપનીનો લોગો રહે છે, જે કારના લુકને સારો બનાવે છે
- તે એડ્જસ્ટેબલ હોય છે, જેનાથી તેને આગળ-પાછળ મૂવ કરી શકાય છે
- તેમાં એક બોક્સ હોય છે, જેમાં પૈસા, ચાવી અને અન્ય નાનો સામાન રાખી શકાય છે
- આર્મરેસ્ટનો નીચેનો ભાગ ખૂલ્લો રહે છે, જેમાં હેન્ડબ્રેક લાગવા પર પ્રોબ્લેમ થતો નથી
- તેનું ફિટિંગ પણ સરળ હોય છે. તમે જાતે પણ કરી શકો છો
આર્મરેસ્ટની કિંમત
ઈ કોમર્સ સાઈટ પર તેની કિંમત 700 રૂપિયાથી શરૂ થાય છે. કંપની અને કારના મોડેલ પ્રમાણે તેની કિંમત વધી જાય છે. આશરે તમામ મોડેલના આર્મરેસ્ટ હવે માર્કેટમાં અવેલેબલ હોય છે. તમે તેની ખરીદી ઓફલાઈન પણ કરી શકો છો.