Friday, March 29, 2024
HomePM મોદીની ભત્રીજીનું પર્સ ખેંચી ભાગી જનાર એક પાકીટમારની ધરપકડ, પર્સ અને...
Array

PM મોદીની ભત્રીજીનું પર્સ ખેંચી ભાગી જનાર એક પાકીટમારની ધરપકડ, પર્સ અને પૈસા.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ખેંચી ભાગી જનાર પાકીટમારમાંથી એકને પોલીસે પકડી પાડ્યો છે. ધરપકડ કરાયેલ પાકીટમારનું નામ નોનૂ છે અને તેની પાસેથી ફરિયાદી દમયંતીબેનના પર્સ અને મોબાઇલ ફોન્સ લઇ લેવામાં આવ્યા છે. શનિવારના રોજ એલજી હાઉસથી નજીક આવેલા ગુજરાતી સમાજ ભવનના ગેટ પર દમયંતી બેનને બદમાશોએ લૂંટી લીધા હતા.

પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના દીકરી દમયંતી બેન પરિવારની સાથે જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી ઓટો લઇને પહોંચ્યા હતા, ત્યારે સામેથી સફેદ રંગની સ્કૂટીમાં આવેલા બે સ્નેચર તેમના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા હતા.

દમયંતી બેન પરિવારની સાથ જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી ઓટો લઇને પહોંચ્યા હતા ત્યાં સામેથી સફેદ રંગની સ્કૂટીમાં આવેલા બે સ્નેચર તેમના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા હતા.

દમયંતી બેનની બેગમાં અંદાજે 56000 રૂપિયા, બે મોબાઇલ ફોન સિવાય પાન કાર્ડ અને અન્ય જરૂરી કાગળિયા હતા. સિવિલ લાઇન્સ પોલીસે કેસ નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબ્જામાં લઇ લાધી હતા. તેમાં સ્કૂટી સવાર બદમાશ દેખાય રહ્યા છે. મોડીરાત્રે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ હતી.

દમયંતીબેને કહ્યું કે પોતાના પતિ વિકાસ મોદી અને બે દીકરીઓ સાથે સુરતમાં રહે છે. તેઓ પતિ અને બે દીકરીઓ સાથે શનિવારના રોજ અમૃતસરથી દિલ્હી પાછા આવતા હતા. શનિવાર સાંજે 4 વાગ્યે તેમને અમદાવાદ માટે ફ્લાઇટ લેવાની હતી. જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી સવારે 6.30 વાગ્યે ઓટો લઇને તેઓ સિવિલ લાઇન્સમાં રાજનિવાસની પાસે બનેલા ગુજરાતી સમાજ ભવન પહોંચ્યા હતા. અહીં તેમનો રૂમ બુક હતો.

દમયંતીબેનના મતે મેન ગેટ પર રિક્ષામાંથી ઉતરીને તેઓ સામાન સંભાળી જ રહ્યા હતા કે સામેથી સ્કૂટરમાં આવેલા બે બદમાશ તેમનું પર્સ છીનવીને ભાગી ગયા. તેમણે કહ્યું કે અમદાવાદની ફ્લાઇટની ટિકિટની સાથે અન્ય જરૂરી દસ્તાવેજ મોબાઇલમાં હતા. દીકરીની સાથે લૂંટની ખબર પત પિતા પ્રહલાદ મોદીએ અફસોસ વ્યક્ત કર્યો. તેમના મતે વારદાતની ઘટના બાદ જ તરત દીકરીએ તેમને પૂરી માહિતી આપી હતી ત્યારબાદ તેમણે દીકરીને પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ કરવાનું કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular